Shraddha Murder Case: ફરીદાબાદના જંગલોમાં મળ્યુ માનવ ધડ, દિલ્લી પોલીસનો કર્યો સંપર્ક
ફરીદાબાદના સૂરજકુંડ-પાલી રોડ પર અરાવલીના જંગલમાં સૂટકેસમાંથી શરીરના અંગો મળી આવ્યા હતા.
Shraddha Murder Case: ફરીદાબાદના સૂરજકુંડ-પાલી રોડ પર અરાવલીના જંગલમાં સૂટકેસમાંથી શરીરના અંગો મળી આવ્યા હતા. ફરીદાબાદ પોલીસે આ અંગે દિલ્લી પોલીસનો સંપર્ક કર્યો છે. ફરીદાબાદ પોલીસનુ કહેવુ છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. વળી ફરીદાબાદ પોલીસનુ કહેવુ છે કે જો દિલ્લી પોલીસ DNA ટેસ્ટ કરાવવા માંગશે તો તે માટે સેમ્પલ અલગથી રાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે ફરીદાબાદમાં અરાવલી પહાડીઓ પર એક ટ્રોલી બેગમાંથી માનવ હાડપિંજરના ટૂકડા મળી આવ્યા હતા. શ્રદ્ધા હત્યા કેસની તપાસમાં લાગેલી દિલ્લી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને સ્થળનુ નિરીક્ષણ કર્યુ. સૂરજકુંડ પોલીસ સ્ટેશને હાડપિંજરને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યુ હતુ. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સૂરજકુંડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર બલરાજે જણાવ્યુ કે ગઈ કાલે બપોરે તેમને સૂચના મળી કે સૂરજકુંડ પાલી રોડ પર એક બેગમાં એક હાડપિંજર પડેલુ છે. પોલીસને સ્થળ પરથી કેટલાક કપડા પણ મળી આવ્યા છે. તેને જોતા મૃતદેહ મહિલાનુ હોવાનુ જણાય છે. પોલીસને શંકા છે કે શ્રદ્ધા વૉકરના શરીરના કેટલાક ભાગો આરોપીઓએ અહીં ફેંક્યા હતા.
પોલીસનુ કહેવુ છે કે ગુનેગારે હત્યા અન્ય જગ્યાએ કરી હતી અને લાશને અહીં અરવલીના જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસ આ મામલે તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી કેમેરાને ટ્રેસ કરી રહી છે. જો કોઈ કેમેરા મળશે તો તેના એકથી દોઢ મહિનાના ફૂટેજની તપાસ કરવામાં આવશે. મૃતદેહનુ માથુ હજુ સુધી પોલીસને મળી શક્યુ નથી. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્લી પોલીસને મોટી સફળતા મળી છે. શ્રદ્ધા અને આફતાબના મિત્રોએ ગુરુવારે સાકેત કોર્ટમાં તેમના નિવેદનો નોંધ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યુ કે આફતાબ શ્રદ્ધાને મારતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ વિશે શ્રદ્ધાએ પોતે જ તેમને જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે શ્રદ્ધા હંમેશા દુઃખી રહેતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
