Shraddha Murder Case: હત્યા પહેલા ગાંજાના નશામાં હતો આફતાબ, પોલીસને જણાવ્યુ એ દિવસે શું-શું થયુ હતુ
લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની નિર્મમતાપૂર્વક હત્યા કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જાણો આજનો ખુલાસો.
Shraddha Murder Case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની નિર્મમતાપૂર્વક હત્યા કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે જણાવ્યુ કે હત્યા કરનાર આફતાબ નશાખોર હતો અને મેરિઝુઆના પીતો હતો. તેણે 18 મેના રોજ જ્યારે શ્રદ્ધાની ગળુ દબાવીને હત્યા કરી ત્યારે તે મેરિજુઆનાના નશામાં હતો. પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યુ કે શ્રદ્ધા ઘણીવાર તેને મેરિજુઆના પીવા માટે અટકાવતી હતી, ખર્ચાને લઈને પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા.

મેરીજુઆના પીને કરી દીધી હત્યા
જ્યારે આફતાબને શ્રદ્ધા સાથે ઝઘડો થયો ત્યારે તે ગાંજો પીવા માટે બહાર ગયો હતો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આફતાબે પોલીસને જણાવ્યુ હતુ કે તે શ્રદ્ધાને મારવા માંગતો ન હતો પરંતુ ગાંજાના નશામાં શ્રધ્ધાનુ ગળુ દબાવી દીધુ હતુ. 18 મેના રોજ રાત્રે 9-10 વાગ્યાની વચ્ચે શ્રદ્ધાનુ અવસાન થયુ હતુ. આ પછી આફતાબ આખી રાત લાશ પાસે બેસી ગાંજો પીતો રહ્યો. હત્યા કર્યા પછી આફતાબે લાશના 35 ટુકડા કર્યા અને તેને 300 લિટરના ફ્રીજમાં રાખ્યા અને ધીમે ધીમે તેને મેહરૌલીના જંગલમાં ફેંકી દીધા.

નાર્કો ટેસ્ટ થશે
જે રીતે આફતાબનુ પાણીનુ બિલ ખૂબ જ વધારે આવ્યુ હતુ. ફ્લેટ પર લોહીના ડાઘના ફૉરેન્સિક પુરાવા મળ્યા હતા, આફતાબે આ લોહીના ડાઘને કેમિકલથી સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો, આ બધા ઉપરાંત તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘણા મહત્વના પુરાવા મળ્યા હતા. ફૉરેન્સિક ટીમને મેહરૌલીના જંગલમાંથી જે હાડકાં મળ્યા છે તે શ્રદ્ધાના હોવાનુ માનવામાં આવે છે. હાલ પોલીસ ટીમ તેની તપાસ કરી રહી છે. દિલ્લી કોર્ટે ગુરુવારે આફતાબ પૂનાવાલાને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટે પોલીસને આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાની પણ મંજૂરી આપી છે. આફતાબે પોતે પણ આ માટે સંમતિ આપી હતી. જે બાદ કોર્ટે પોલીસને નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી હતી.

બીજા રાજ્યમાં લઈ જશે પોલીસ
સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ આફતાબને અન્ય સ્થળે લઈ જવાની તૈયારી કરી રહી છે. પોલીસ આફતાબને ઉત્તરાખંડ અથવા હિમાચલ પ્રદેશ લઈ જઈ શકે છે જ્યાં તે શ્રદ્ધા સાથે ગયો હતો. પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યુ કે તેણે દેહરાદૂનમાં શ્રદ્ધાના શરીરના કેટલાક ભાગો પણ ફેંક્યા હતા. મહેરૌલીના જંગલમાં શ્રદ્ધાના મૃતદેહની બે દિવસની તપાસ બાદ આ મામલે ઘણી મોટી વિગતો સામે આવી છે. જેના આધારે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે અને કેસના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.












Click it and Unblock the Notifications
