ઇંદિરા-નેહરુ સુધીથી બદલો લેવાની તૈયારીમાં મોદી સરકાર
(વિવેક શુક્લ/અજય મોહન)
ચૂંટણી દરમિયાન યૂટ્યૂબ પર એક વીડિયો ખૂબ જ વાયરલ બન્યો હતો, જેમાં રાહુલ ગાંધીના અવાજમાં એક ગીત હતું,- 'કોંગ્રેસ પાર્ટી કો દેશ સે નિકાલો...' આ વીડિયો સોંગ મોદીના એક સમર્થકે રાહુલની સ્પીચની એડિટીંગ કરીને બનાવ્યું હતું. સરકારી ફરમાન બાદ આ વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો, પરંતુ વિચારધારા હજી પણ જીવંત છે.
એ વિચારધારાની અસર જ છે કે અત્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે કોંગ્રેસ પાર્ટીને વાસ્તવમાં દેશવટો આપવાનું ઠાની લીધું છે. સીધી વાત કહીએ તો નેહરૂ ગાંધી પરિવાર સાથે જોડાયેલ લોકોના નામથી ચાલી રહેલી કેન્દ્રીય યોજનાઓને હવે નવા નામ આપવામાં આવશે, જેની શરૂઆત ઇંદિરા આવાસ યોજનાથી કરવામાં આવી રહી છે.
પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના નામથી ચાલી રહેલી આ યોજનાનું નામ બદલી દેવામાં આવશે. કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે નામમાં પરિવર્તનનો આધાર એ રહેશે કે યોજનાને નવા ઓપ સાથે રજૂ કરવામાં આવશે. ગરીબોને મકાન આપવાની સાથે સાથે દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું કામ પણ આ યોજના હેઠળ કરવામાં આવશે, માત્ર નામ ઇંદિરાને સ્થાને કોઇ બીજાનું રહેશે.

ભાજપ સરકારે ઇંદિરા આવાસ યોજનાને જ સૌથી પહેલા ટાર્ગેટ બનાવ્યું તેની પાછળ મોટા કારણો છે. પહેલું એ કે સરકાર ગ્રામીણ ક્ષેત્રોમાં શૌચાલય બનાવવાનું કામ મોટા પાયે કરવા જઇ રહી છે. બીજું કારણ એ કે ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં 1975માં ઇમરજન્સી દરમિયાન સરકારે સૌથી વધારે કનડગત ભારતીય જનસંઘના નેતાઓને કરી હતી.
અમે આપને જણાવી દઇએ કે ઇમરજન્સી દરમિયાન જેલભેગા કરવામાં આવેલા લોકોમાં 50 ટકાથી વધારે નેતા અને કાર્યકર્તાઓ ભારતીય જનસંઘના જ હતા. એ દરમિયાન જ ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રતિબંધિત કરી દીધું હતું.
માટે જો ઇતિહાસની ઘટનાઓને ધ્યાનમાં રાખીને નામ પરિવર્તનની રાજનીતિ કરવામાં આવી તો સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર ભાજપના કોઇ નેતાના નામ પરથી આ યોજનાનું નામ રાખશે.
કોના નામથી રહેશે યોજાના?
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી યોજનાનું નામ બદલીને સરદાર વલ્લભભાઇ પટેલના નામથી રાખવામાં આવી શકે છે. અથવા તો બની શકે છે કે દીન દયાળ ઉપાધ્યાય અથવા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી આ યોજનાને ચલાવવામાં આવે.
કૂલ મળીને જોવામાં આવે તો ભાજપ સરકાર માત્ર રાહુલ-સોનિયાથી નહીં પરંતુ કોંગ્રેસના પૂર્વજ જવાહર લાલ નેહરૂ અને ઇંદિરા ગાંધીથી બદલો લેવાની તૈયારી કરી ચૂકી છે.
જોકે આવું દેશમાં પહેલીવાર નથી બની રહ્યું. આ પહેલા પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો આવું કરી ચૂકી છે. જોકે ઉદાહરણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારે રજૂ કર્યું હતું, જ્યારે 2012માં સપાએ સત્તામાં આવતા જ ડો. ભીમરાવ આંબેડકર, રમા બાઇ આંબેડકર અને અન્ય દલિત પૂર્વજોના નામોથી ચાલી રહેલી યોજનાઓને બદલીને ડો. રામ મનોહર લોહિયાના નામથી કરી દીધી હતી. ત્યારે પણ અખિલેશ યાદવે એ જ તર્ક આપ્યું હતું કે નવા નામની સાથે યોજના નવા ઓપ સાથે રજૂ કરવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
