Shibu Soren Death : ઝારખંડના દિગ્ગજ નેતા અને JMMના સંસ્થાપક શિબુ સોરેનનું નિધન
Shibu Soren Death : ઝારખંડના રાજકારણના એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સંસ્થાપક અને આદિવાસીઓના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનારા દિગ્ગજ નેતા શિબુ સોરેનનું સોમવારે સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં નિધન થયું છે.
81 વર્ષીય સોરેન લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમના નિધનથી ઝારખંડ સહિત સમગ્ર દેશના રાજકીય ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શિબુ સોરેનના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સહિત અનેક મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું કે, શિબુ સોરેનજી એક જમીની નેતા હતા જેમણે સમાજમાં રહીને લોકોની સેવા કરી. ખાસ કરીને આદિવાસી સમુદાય, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે તેઓ સમર્પિત હતા. તેમના નિધનથી દુ:ખી છું. મેં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, શિબુ સોરેનજી ઝારખંડના એવા મોટા નેતાઓમાંના એક હતા જેમણે હંમેશા સમાજના નબળા વર્ગ અને આદિવાસી સમુદાયના અધિકારો માટે સંઘર્ષ કર્યો. તેમનું જીવન જમીન સાથે જોડાયેલું હતું અને તેમના નિધનથી મને ઊંડો આઘાત લાગ્યો છે. ભગવાન તેમના પરિવાર અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આ આપણા બધા માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. મેં કલ્પનાજી (કલ્પના સોરેન)ને મેસેજ મોકલ્યો છે. અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
અપક્ષ સાંસદ પપ્પુ યાદવે શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, આ સમગ્ર દેશ માટે એક મોટી ક્ષતિ છે. શિબુ સોરેન નિડર હતા અને ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહીં. તેઓ અંતિમ વ્યક્તિનો અવાજ હતા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તથા ભગવાન બિરસા મુંડાના માર્ગ પર ચાલનારાઓ માટે પ્રેરણાસ્ત્રોત હતા. પોતાના સંઘર્ષથી તેમણે ઝારખંડનું નિર્માણ કર્યું અને આજે તેમનું જવું મારા માટે પણ વ્યક્તિગત રીતે ખૂબ દુઃખદ છે. તેઓ મારા માટે પિતા સમાન હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
