જાણો શું છે શીના મર્ડર કેસનો કોયડો, કેમ બોર્ડીગાર્ડ ઇન્દ્રાણી ઓળખવાનો કર્યો ઇન્કાર
દેશના હાઇપ્રોફાઇલ શીના મર્ડર કેસમાં એક પછી એક નવા વિવાદો અને નવી ચર્ચાઓ લોકોની સામે આવી રહી છે. આ વિવાદોમાં હવે એક નવો વિવાદ જોડાયો છે તેમના બોર્ડિગાર્ડ દ્વારા આપવામાં આવેલ નિવેદનનો, જેમાં તેણે કહ્યું છે કે તે આ પીટર અને ઇન્દ્રાણીને નથી ઓળખતો.
નોંધનીય છે કે આ કેસમાં બોર્ડિગાર્ડના આ નિવેદનને પોલિસ ખૂબ જ મહત્વપૂર્ણ માની રહી છે. કોલકત્તાના એક બિઝનેસમેનના પર્સનલ અંગરક્ષ એવા સુજિત સરકારને મુંબઇ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં તેણે ઇન્દ્રાણી અને પીટરને ઓળખવાનો ઇન્કાર કર્યો હતો. વધુમાં તેણે નવાઇ પણ વ્યક્ત કરી હતી કે આ કેસમાં તેનું નામ આવ્યું કેવી રીતે?
ત્યારે આ હાઇ પ્રોફાઇલ કેસમાં અત્યાર સુધી કેટલા વિવાદો ઊભા થયા છે અને કોણે શું કહ્યું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બીજો આરુષિ હત્યાકાંડ નહીં બનવા દઉં
મુંબઇના પોલિસ કમિશ્નર રાકેશ મારિયાએ એક ખાનગી છાપાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે શીના બોરા કેસને બીજો વર્ષ 2008માં થયેલ આરુષિ હત્યાકાંડ નહીં બનવા દે. વળી તેમણે દાવો પણ કર્યો કે 30 સ્પટેમ્બર પહેલા તે આ કેસની સોલ્વ કરીને રહેશે.

કેમ આ કેસ છે મુશ્કેલ?
આ કેસમાં બનેલી તમામ ઘટનાઓ સાડા ત્રણ વર્ષ પહેલા બની હતી. જોકે શીનાનો નરકંકાલ તો મળી ગળો છે પણ ખરેખરમાં તે દિવસે શું થયું હતું અને હત્યા પાછળ શું કારણ જવાબદાર છે તે જાણવામાં પોલિસને થોડીક મુશ્કેલી પડી રહી છે.

ઇન્દ્રાણીનું સાચું નામ અને તેના લગ્નો
ઇન્દ્રાણી મુખર્જીનું સાચું નામ પરી બોરા છે. તેણે એક બે નહીં કુલ ત્રણ લગ્ન કર્યા છે. વળી તેની પર દેહ વેપાર મામલે પણ એફઆઇઆર દાખલ છે.

ઇન્દ્રાણી છે કરોડોની માલિક
પીટર મુખર્જીના હોશ ત્યારે હક્કાબક્કા રહી ગયા જ્યારે તેણે ખબર પડી કે ઇન્દ્રાણીના ચાર બેંકમાં એકાઉન્ટ છે અને તેમાંથી બે તો ઓવરસીઝ છે. વળી તેના આ એકાઉન્ટમાં કરોડો રૂપિયા છે. તેણે પોતાની દિકરી વિધિ માટે 70 લાખની એફડી પણ કરાવી છે જેની પીટરને ભનક પણ નથી.

વિધિ કોની પુત્રી?
ઇન્દ્રાણીની બીજી પુત્રી વિધિ તેના બીજા પતિ સંજીવ ખન્નાની પુત્રી છે. વળી સિદ્ધાર્થનું કહેવું છે કે ઇન્દ્રાણી તેની પત્ની નથી તે લિવ ઇન પાર્ટનર હતા. તો બીજી તરફ પીટર આ વાતથી પણ અજાણ છે.

ઝગડા
કેટલીક ખાનગી ચેનલોનું માનીએ તો પીટરે પોલિસ તેની અને ઇન્દ્રાણી વચ્ચે બાળકો અને પ્રોપર્ટીને લઇને ઝગડા થતા હતા તે વાત સ્વીકારી હતી.

શીનાની ડાયરી
પોલિસને શીનાની ડાયરી પણ મળી આવી છે જેમાં શીના અને તેની માતા ઇન્દ્રાણી વચ્ચે સંબંધો કેટલી હદે કથળી ગયા હતા તેની હકીકત બહાર આવી છે.

હત્યા બાદ મેકઅપ
કહેવાય છે કે ઇન્દ્રાણીએ શીનાની હત્યા બાદ તેના શરીર પર પરર્ફ્યુમ અને લિપ્સિટીક લગાવી તેને તૈયાર કરી હતી. જો કે ઇન્દ્રાણીનું કહેવું છે કે શીનાની ગળું દાબીને હત્યા નહતી કરવામાં આવી. જો કે ફોરેન્સિક રિપોર્ટ મુજબ શીનાની મોત શ્વાસ રૂંધાવાના કારણે થઇ હતી.

પોલિસ માટે કોયડો
આ હાઇ પ્રોફાઇ મર્ડર કેસ પોલિસ માટે એક મુશ્કેલ કોયડા સમાન છે. જેમાં રોજ રોજ નીતનવા તથ્યો અને વિવાદો બહાર આવી રહ્યા છે. ત્યારે પોલિસ માટે આ મર્ડર કેસને ઉકેલવો કોઇ મોટો મુશ્કેલી સમાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
