નવી શિક્ષણ નીતિ વિશે શશિ થરૂરે ઉત્તર ભારતીયો પર સાધ્યુ નિશાન
નવી શિક્ષણ નીતિમાં જે રીતે ત્રણ ભાષાઓને શાળામાં લાગુ કરવાની વાત કહેવામાં આવી છે તેનો કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વિરોધ કર્યો છે.
નવી શિક્ષણ નીતિમાં જે રીતે ત્રણ ભાષાઓને શાળામાં લાગુ કરવાની વાત કહેવામાં આવી છે તેનો કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વિરોધ કર્યો છે. શશિ થરૂરે કહ્યુ કે ત્રણ નવી ભાષાઓના ફોર્મ્યુલાનું સમાધાન આને ફગાવી દેવાનુ નથી પરંતુ તેને વધુ સારી રીતે લાગુ કરવાનું છે. વાસ્તવમાં નવી શિક્ષણ નીતિનો તમિલનાડુમાં સખત વિરોધ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે નવી શિક્ષણ નીતિમાં હિંદી ભાષાને ભણાવવાનું અનિવાર્ય કરવામાં આવ્યુ છે જેનો દક્ષિણ ભારતના રાજ્ય સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે.

થરૂરે વ્યક્ત કર્યો વાંધો
થરુરે કહ્યુ કે આ વિચારનો વિરોધ આનુ સમાધાન નથી પરંતુ તેને વધુ સારી રીતે લાગુ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે ત્રણ ભાષાનો સિદ્ધાંત 1960માં લાવવામાં આવ્યુ હતુ પરંતુ આને ક્યારેય પણ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યુ નથી. દક્ષિણ ભારતમાં આપણામાંથી મોટાભાગના લોકો બીજી ભાષા તરીકે હિંદી ભાષા શીખે છે પરંતુ ઉત્તર ભારતમાં કોઈ પણ મલયાલમ કે તમિલ ભાષા નથી શીખતુ. આ પહેલા શનિવારે તમિલનાડુના ઘણા વિસ્તારોએ પણ આ ફોર્મ્યુલાનો વિરોધ કર્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે હિંદી ભાષાને દક્ષિણ ભારતીયો પર થોપવામાં આવી રહ્યુ છે.

કમિટીએ આપ્યુ સૂચન
તમને જણાવી દઈએ કે ઈસરોના ચીફ ડૉક્ટરના કસ્તૂરીરંજનની અધ્યક્ષતાવાળી કમિટીએ એ વાતનુ સૂચન આપ્યુ હતુ કે હિંદી અને અંગ્રેજી ભાષાની સાથે કોઈ એક સ્થાનિક ભાષાને ભણાવવી જોઈએ. હિંદી ભાષી રાજ્યો માટે કમિટીએ હિંદી અંગ્રેજી સાથે કોઈ ત્રીજી ભાષાને ભણાવવાનું સૂચન કર્યુ છે. તમિલ ભાષાને ક્લાસિકલ ભાષાની શ્રેણીમાં રાખવામાં આવે. આ સમગ્ર વિવાદ પર શિક્ષણ મંત્રાલયે નિવેદન જાહેર કરીને સફાઈ આપી છે કે નવી શિક્ષણ નીતિ માત્ર એક ડ્રાફ્ટ છે આના અત્યારે અંતિમ રૂપ આપવામાં આવ્યુ નથી, અમે લોકોના આ વિશે સૂચન લેવામાં આવી રહ્યુ છે.

વરિષ્ઠ મંત્રીઓએ કર્યો બચાવ
વળી, આ સમગ્ર વિવાદમાં સરકારનો બચાવ કરવા માટે બે વરિષ્ઠ મંત્રી સામે આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકરે સરકારનો આ વિવાદ પર બચાવ કર્યો છે. નિર્મલા સીતારમણે અને એસ જયશંકરે ટ્વીટર પર લગભગ એક જેવા જ મેસેજ કરીને લોકોનો ભરોસો અપાવ્યો છે કે આ નીતિને લાગુ કરતા પહેલા આની સમીક્ષા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બંને મંત્રીઓ તમિલનાડુથી આવે છે જ્યાં આ શિક્ષણ નીતિનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. બંને મંત્રીઓએ આ ટ્વીટ તમિલ ભાષામાં કર્યુ છે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ સરકારનો બચાવ કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે તે આને વાંચે, આનુ વિશ્લેષણ કરે, ચર્ચા કરે, એમ જ આ વિશે કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
