પ્રેમિકાની મદદથી પોલિસે શરજીલ ઈમામને પકડ્યો, આ રીતે પાથરી જાળઃ પોલિસ સૂત્ર
ભડકાઉ ભાષણ બાદ દેશદ્રોહના આરોપમાં ફસાયેલા શરજીલ ઈમામની ધરપકડ વિશે મોટો ખુલાસો થયો છે.
ભડકાઉ ભાષણ બાદ દેશદ્રોહના આરોપમાં ફસાયેલા શરજીલ ઈમામની ધરપકડ વિશે મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છાત્ર શરજીલને પકડવા માટે પોલિસે તેની ગર્લફ્રેન્ડ પર દબાણ કર્યુ ત્યારબાદ પોલિસને સફળતા મળી છે. પોલિસને શરજીલ અને તેની પ્રેમિકાના સંપર્કમાં હોવાની માહિતી મળી હતી ત્યારબાદ પોલિસે યુવતીનો સંપર્ક કરીને શરજીલની ધરપકડ કરી.

પ્રેમિકાએ ફોન કરીને તેને મળવા માટે બોલાવ્યા
પોલિસ ટીમે સોમવારે શરજીલના દોસ્ત અને ભાઈની ધરપકડ કરીને જ્યારે પૂછપરછ શરૂ કરી તો માલુમ પડ્યુ કે અંડરગ્રાઉન્ડ થયા બાદ પણ શરજીલ પોતાની પ્રેમિકાના સંપર્કમાં હતો. પોલિસે શરજીલની ધરપકડ માટે તેની પ્રેમિકાનો સંપર્ક કર્યો. શરજીલની પ્રેમિકાએ તેને ફોન કરીને મલિક ટોલા ગામ પાસે ઈમામવાડામાં મળવા માટે બોલાવ્યો જ્યાં પોલિસે ગાળિયો કરીને તેને પકડી લીધો.

વીડિયો વાયરલ થયા બાદ કેસ આવ્યો સામે
શરજીલની પ્રેમિકાએ તેની ધરપકડમાં મોટી ભૂમિકા નિભાવી હતી. આ ઑપરેશનમાં સ્થાનિક પોલિસ પણ દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચ ટીમ સાથે હતી. શરજીલ ઈમામને ધરપકડ કરનારી પોલિસ ટીમનુ નેતૃત્વ દિલ્લી પોલિસના ડીસીપી ક્રાઈમ બ્રાંચ રાજેશ દેવ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ શરજીલ ઈમામનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે ભડકાઉ ભાષણ આપ્યા હતા.

પીએફઆઈના અમુક સભ્યોના સંપર્કમાં છે શરજીલ
શરજીલે પોતાના ભાષણમાં પૂર્વોત્તરના રાજ્ય અસમને ભારતથી કાપવાની વાત કહી રહ્યો હતો. ધરપકડ બાદ શરજીલનો ફોન ખોવાઈ ગયો છે. તેણે પોતાનો ફોન પોલિસને સોંપ્યો નથી. પોલિસ ટીમે નવો ફોન લઈને શરજીલના નંબરનુ વૉટ્સએપ શરૂ કર્યુ જેની ડેટાની તપાસમાં પોલિસને માલુમ પડ્યુ કે શરજીલ સાથે પીએફઆઈ સાથે જોડાયેલા અમુક લોકો પણ સંપર્કમાં હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
