'એફડીઆઇ પર તટસ્થ રહેનાર દળોને ઇતિહાસ માફ નહી કરે'

જનતાદળ(યુ)ના નેતા શરદ યાદવે સરકારને આગ્રહ કર્યો કે તે રિટેલમાં ચોખ્ખું વિદેશી રોકાણના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. યાદવે કહ્યું કે યુપીએ સરકાર સદનમાં આ લડાઇ ભલે જીતી શકતી હોય, પરંતુ નીતિથી દુરોગામી પરિણામ આવશે. રિટેલમાં એફડીઆઇ પર મતદાન પહેલાં યાદવે કહ્યું, તમે લડાઇ જીતી શકો છો, પરંતુ ભાવી પેઢી આપણને માફ નહીં કરે.
શરદ યાદવે કેન્દ્રીયમંત્રી કપિલ સિબ્બલ તરફ ઇશારા કરતા કહ્યું, તમારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. યાદવે કહ્યુ કે વિપક્ષનો ઇરાદો સરકારને અસ્થિર કરવા માટે નથી, પરંતુ રિટેલમાં એફડીઆઇને પરત લેવવા માટે દબાણ બનાવવાનો છે. શરદ યાદવે કહ્યું કે, અમે દેશને બચાવવા માટે એફડીઆઇનો વિરોધ કરી રહ્યાં છીએ. વોલમાર્ટ અહીં નફા માટે છે, આ દેશના ગરીબો વિરોધી છે અને તમે તેને તેમના પર થોપી રહ્યાં છો.
માકપાના બાસુદેવ આચાર્યએ સરકારના એ દાવાને ખોટો ગણાવ્યો કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવા ખેડુતો અને રિટેલ ક્ષેત્રમાં લોકોને લાભ મળશે. તેમણે કહ્યું કે તેનાથી વિપરીત એફડીઆઇથી ખેડુતો અને નાના દુકાનદારોને સૌથી વધારે અસર થશે.
તેમણે કહ્યું કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવાથી જો રોજગારીની તકો વધે, ઉત્પાદન વધે અથવા તો દેશમાં કોઇ નવી ટેક્નોલોજી આવે, તો ડાબેરીઓ તેનું સમર્થન કરવા તૈયાર છે, પરંતુ આ તેનાથી ઉલટું છે, તેથી તેનો આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
