Sharad Pawar Convoy Accident : શરદ પવારના કાફલા સાથે એમ્બ્યૂલન્સ ટકરાઈ, સહેજ માટે બચ્યા શરદ પવાર
Sharad Pawar Convoy Accident : મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારના કાફલા સાથે અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે.
સમાચારો અનુસાર, એનસીપી અધ્યક્ષ શરદ પવારના કાફલાની એક કાર સાથે એમ્બ્યૂલન્સ ટકરાઈ હોવાના સમાચાર છે. આ ઘટનામાં શરદ પવારનો બચાવ થયો છે.

સમાચારો અનુસાર શરદ પવારના કાફલામાં સામેલ એમ્બ્યુલન્સે અચાનક બ્રેક મારવાને કારણે આ અકસ્માત સર્જાયો.આના ચેઈન-રિએક્શનને કારણે કાફલામાંના વાહનો એકબીજા સાથે અથડાયા. જો કે સારી વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી.
શરદ પવાર કાફલા સાથે હાલમાં જ હત્યા કરાયેલા સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળવા પરભણી જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. આ મુલાકાત પવારની મુલાકાત દરમિયાનના કાર્યક્રમનો એક ભાગ હતો.
અકસ્માત પછીનો એક વિડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એમ્બ્યુલન્સ અચાનક બંધ થવા પર કાર એકબીજા સાથે અથડાતી જોવા મળે છે. કાફલામાં સામેલ એક કાર ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરની પણ હતી.
આ અકસ્માત બાદ પણ શરદ પવાર સરપંચ સંતોષના પરિવારને મળવા પહોચ્યા હતા અને સંવેદના વ્યક્ત કરી. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના બીડના સાંસદ બજરંગ સોનવણે અને સાંસદ નિલેશ લંકાએ લોકસભામાં સરપંચ સંતોષની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી.
શરદ પવારે સાંસદોના આ પ્રયાસની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ભાષણ જોઈને મીડિયાએ પણ સવાલ ઉઠાવ્યો કે આ દેશમાં, આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે?
શરદ પવારે સરપંચની હત્યાની સંપૂર્ણ તપાસની માંગ કરી અને ગુના પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે ઉજાગર કરવાની માંગ કરી છે.
તેમણે કહ્યું કે,હવે સરકારે આ મામલામાં ઊંડાણપૂર્વક જવું જોઈએ. તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેના પર પ્રશ્નો ઉઠાવવા જોઈએ. હુમલાખોર અને તે કોની સાથે વાત કરી રહ્યો હતો તે વિશેની તમામ માહિતી કાઢવામાં આવે અને પરિસ્થિતિને પ્રકાશમાં લાવવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
