શંકરાચાર્યનો બીજેપી-આરએસએસ પર વાર, ભાગવતને કહ્યા અજ્ઞાની
શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ ફરી એક વાર બીજેપી અને સંઘ પર નિશાન તાક્યુ છે. શંકરાચાર્યએ બીજેપી અને સંઘ પર હિંદુત્વને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ ફરી એક વાર બીજેપી અને સંઘ પર નિશાન તાક્યુ છે. શંકરાચાર્યએ બીજેપી અને સંઘ પર હિંદુત્વને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. શંકરાચાર્યએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે હિંદુત્વને જો કોઈએ નુકશાન પહોંચાડ્યુ હોય તો તે બીજેપી અને સંઘ છે. આટલુ જ નહિ શંકરાચાર્યએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધતા કહ્યુ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હિંદુત્વ વિશે કંઈ જાણતા નથી.

ભારતમાં જન્મેલા બધા હિંદુવાળા નિવેદન પર સાધ્યુ નિશાન
શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી આટલેથી રોકાયા નહિ. તેમણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના હિંદુ લગ્નને એક સમજૂતી ગણાવતા નિવેદન પર પણ હુમલો કર્યો. શંકરાચાર્યએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભાગવત કહે છે કે હિંદુઓમાં લગ્ન એક સમજૂતી છે, જ્યારે આ તો આખા જીવનનો સંગાથ છે. શંકરાચાર્યએ મોહન ભાગવતના નિવેદન અંગે કહ્યુ કે તે કહે છે કે જે લોકો ભારતમાં જન્મ્યા છે તેઓ જ માત્ર હિન્દુ છે. આરએસએસ પ્રમુખના આ નિવેદન પર શંકરાચાર્યએ કહ્યુ કે ભાગવત તે લોકોને શું કહેશે જે લોકો ભારતથી બહાર ઈંગ્લેન્ડ અને અમેરિકામાં રહેતા માતા-પિતાથી પેદા થયા હોય છે.

બીજેપીનો બેવડો ચહેરો જનતા સામે આવી ગયો છે
વળી, શંકરાચાર્યએ બીજેપી નેતાઓ પર બીફના સૌથી મોટા નિકાસકર્તા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. શંકરાચાર્યએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે બીફ મુદ્દે બીજેપીનો બેવડો ચહેરો જનતા સામે આવી ગયો છે. શંકરાચાર્યએ આરોપ લગાવતા કહ્યું કે એક તરફ તો બીજેપી ગૌહત્યાનો વિરોધ કરે છે અને બીજી તરફ બીફના નિકાસને ભારતની છબી પર કલંક બતાવે છે.

અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે
થોડા દિવસો પહેલા રામમંદિરના મુદ્દે દ્વારિકાપીઠના શંકરાચાર્ય જગદગુરુ સ્વરુપાનંદ સરસ્વતીએ મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે બીજેપી અને આરએસએસ નહિ પરંતુ અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે. શંકરાચાર્ય જગદગુરુ સ્વરુપાનંદ સરસ્વતીએ કહ્યુ કે બીજેપી અને સંઘના લોકો કહે છે કે કેન્દ્રમાં તેમની સરકાર છે અને તે રામ મંદિર બનાવશે. સંવિધાન પ્રમાણે કેન્દ્ર સરકાર સેક્યુલર છે. એક સેક્યુલર સરકાર મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા બનાવી શકે વહિ. અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
