શાહરૂખે કર્યુ ભૂલનું પુનરાવર્તન, અને પાછળ પડ્યો આતંકી હાફિઝ સઇદ
હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બાદશાહ ખાન એટલે કે શાહરૂખ ખાનની સાથે એક મોટી મુશ્કેલી છેકે તે બોલતા જ નથી પરંતુ આવેશમાં આવીને ઘણું બધુ બોલી જાય છે. તેઓ જ્યારે પણ મોં ખોલે છે, એક નવો વિવાદ તેમનુ સ્વાગત કરે છે.
તાજેતરનું જ ઉદાહરણ, દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા પર તેમણે નિવેદન આપ્યું અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ તેમની પાછળ પડી ગયો.
આ પહેલુ ઉદાહરણ નથી કે જ્યારે હાફિઝ સઇદ કીંગ ખાનની પાછળ પડ્યો હોય. આજથી બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2013માં પણ હાફિઝ સઇદ શાહરૂખને પાકિસ્તાનમાં રહેવા માટે બોલાવી ચૂક્યો છે. ત્યારે પણ ઘણી બબાલ મચી હતી. હંગામાની ગંભીરતાને જોઇને શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી હતી, અને ત્યારબાદ તેમણે આખાય મામલાને લઇને સ્પષ્ટતા કરી હતી, તેમજ ભવિષ્યમાં કોઇ પણ વિવાદીત નિવેદન નહીં આપવા માટે જણાવ્યું હતુ.
આખરે શું હતો આખો મામલો, જાણવા માટે નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

ભારતમાં મુસ્લીમ સુરક્ષિત નહીં
મામલો વર્ષ 2013નો છે, જ્યારે આઉટલુક મેગેઝીનમાં આપવામાં આવેલા ઇન્ટરવ્યુમા શાહરૂખે કહ્યુ હતુ કે તેમને લાગી રહ્યું છેકે ભારતમાં મુસ્લિમ ભાઇઓની સાથે ક્યાંકને ક્યાંક મુશ્કેલીઓ છે, ભારતમાં મુસ્લિમો સંપૂર્ણ સુરક્ષિત નથી.

અસુરક્ષાની ભાવના
કિંગ ખાને કહ્યું હતુ કે અસુરક્ષાની ભાવનાને લઇને તેમના પર પણ કેટલાક લોકો બેફામ આરોપો લગાવે છે.

હાફિઝ સઇદ પડ્યો પાછળ
ત્યારબાદ આતંકી હાફિઝ સઇદે કહ્યું હતુ કે શાહરૂખ તમે પાકિસ્તાન આવીને શા માટે નથી રહેતા. જેના પર ઘણી બબાલ મચી હતી.

શાહરૂખે કરી હતી સ્પષ્ટતા
ત્યારબાદ શાહરૂખે મુંબઇમાં એક પ્રેસ વાર્તા કરીને આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

શાહરૂખે બાંધી હતી ગાંઠ
ત્યારે કીંગ ખાને દુખી થઇને કહ્યું હતુ કે તેઓ હવે પછી દેશના કોઇ પણ રાજનૈતિક, વિવાદીત અને ધાર્મિક મુદ્દાઓ પર પોતાનુ કોઇ મંતવ્ય કે નિવેદન નહીં આપે.

શાહરૂખ ફરી એક વખત ભૂલી ગયો
પરંતુ કીંગ ખાન પોતાની તે વાતને ભૂલી ગયા. અને ફરી એકવખત તેમણે કહ્યું કે દેશમાં થોડી અસહિષ્ણુતા વધી છે. જે સારી વાત નથી.
|
પાકિસ્તાન આવવાનું નિમંત્રણ
ત્યારબાદ હાફિઝ સઇદે ફરી એકવખત ટ્વિટ કરીને કહ્યું કે " કોઇ પણ મુસ્લિમ, ત્યાં સુધી કે શાહરૂખ ખાન પણ જો મુસ્લિમ હોવાના કારણે ભારતમાં મુશ્કેલીઓ અને ભેદભાવનો સામનો કરતા હોય તો તેમનું પાકિસ્તાનમાં સ્વાગત છે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
