સાતમા પગાર પંચનું કામ 15 દિવસમાં શરૂ કરાશે
નવી દિલ્હી, 11 જૂન : કેન્દ્રના કર્મચારીઓને સાતમાં પગાર પંચના લાભ સમયસર મળી શકે તે માટે નરેન્દ્ર મોદી સરકારે કમર કસી છે. આ માટે મોદી સરકારે આગામી 15 દિવસની અંદર જ આ દિશામાં કામ શરૂ કરવા માટેના આંતરિક આદેશો આપી દીધા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 દિવસની અંદર પંચ સાથે જોડાયેલા અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવશે. તેમને કામકાજ કરવા માટે તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારે તેના કાર્યકાળના છેલ્લા દિવસો દરમિયાન સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી. પરંતુ ત્યારબાદથી પંચની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. સુત્રોએ કહ્યું છે કે સરકાર વાસ્તવમાં એનડીએ સરકારની અગાઉની ભુલોનું પુનરાવર્તન કરવા તૈયાર નથી.
અટલ બિહારી વાજપેયી સરકારના ગાળામાં છઠ્ઠા વેતન પંચની ભલામણોને અમલી કરવામાં વિલંબ થઇ ગયો હતો જેથી ચૂંટણીમાં પક્ષને ભારે નુકસાન થયું હતું. વેતન પંચનો લાભ આશરે 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓને મળે છે. વેતન પંચની ભલામણોને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રાજ્ય સરકારો પણ આ જ રીતે પોતાના કર્મચારીઓને પગારમાં લાભ આપે છે.
આ સ્થિતીમાં સરકારના વેતન પંચ અંગેના નિર્ણયની વ્યાપક અસર થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુડ ગવર્ન્સ માટે અધિકારીઓને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમને સમયસર કામ કરવા માટે કહી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
