કોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ
કોંગ્રેસના દિગ્ગજ વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના એ નિવેદનનું સમર્થન કર્યુ જેમાં તેમણે કહ્યુ હતુ કે કાશ્મીરને વોટ કરવાનો મોકો મળે તો તે આઝાદ રહેવાનું પસંદ કરશે.
કોંગ્રેસના દિગ્ગજ વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના એ નિવેદનનું સમર્થન કર્યુ છે જેમાં મુશર્રફે કહ્યુ હતુ કે કાશ્મીરને જો વોટ કરવાનો મોકો મળે તો તે આઝાદ રહેવાનું પસંદ કરશે. સોજે કહ્યુ કે મુશર્રફનો અંદાજો યોગ્ય લાગે છે. તેમને જણાવી દઈએ કે સૈફુદ્દીન સોજ યુપીએ-1 માં કેન્દ્રીય મંત્રી હતા. તેમણે પોતાના આવનારા પુસ્તકમાં કહ્યુ છે કે કેન્દ્ર સરકારે કાશ્મીરની સમસ્યાનું સમાધાન કરવા માટે મુખ્ય પક્ષો પાસે જતા પહેલા હુરિયત કોન્ફરન્સના લોકો સાથે વાત કરવી જોઈએ.

દરેક સરકારે કરી ભૂલ
સોજે દાવો કર્યો છે કે 1953 બાદ ઘણી કેન્દ્ર સરકારોને અહીં મોટી ભૂલો કરી છે. જેમાં પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પણ શામેલ છે. સોજના પુસ્તક ‘કાશ્મીર-ગ્લિમ્પ્સ ઓફ હિસ્ટ્રી એન્ડ ધ સ્ટોરી ઓફ સ્ટ્રગલ' માં આ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તક આગામી સપ્તાહે બજારમાં આવશે. તેમણે કહ્યુ કે કાશ્મીરની પ્રાથમિક સમસ્યાનું સમાધાન કેન્દ્ર સરકાર પાસે છે અને આ તેની જવાબદારી છે કે તે પોતાના યોગ્લ વલણ દ્વારા લોકોમાં શાંતિ જગાવે અને લોકો સાથે વાતચીત શરૂ કરે.

હુરિયત સાથે થવી જોઈએ વાત
રુપા પબ્લિકેશનના બેનર હેઠળ છપાઈ રહેલા સોજના પુસ્તકમાં તેમણે લખ્યુ છે કે જો કેન્દ્ર સરકારને કાશ્મીરના લોકો સાથે વાત કરવી હોય તો તેમણે પહેલા એ નિર્ણય કરવો પડશે કે તે કયા સંગઠન સાથે વાત કરશે. મારા માનવા મુજબ હુરિયત સાથે વાત કરવી જોઈએ કારણકે તેમની ભૂમિકા અહીં મહત્વની છે. પોતાના પુસ્તક વિશે વાત કરતા સોજે મુશર્રફ-વાજપેયી-મનમોહન ફોર્મ્યુલાની વાત કરી જે મુજબ બંને દેશો વચ્ચે લોકોની અવરજવર હોવી જોઈએ. ક્ષેત્રમાંથી સેનાને હટાવી લેવી જોઈએ. તેમણે આધારભૂત સૂત્રોના હવાલાથી કહ્યુ કે મુશર્રફે પોતાના મહત્વના સાથીઓને એ રીતે રાજી કરી લીધા હતા કે આ જ એકમાત્ર સમાધાન છે.

મુશર્રફનું કર્યુ સમર્થન
સોજે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે મુશર્રફે પોતાના સાથીઓને એ વાતથી રાજી કરી લીધા હતા કે યુએનના રિઝોલ્યુશને સ્થિતિ ઘણી જટિલ બનાવી દીધી છે કે કાશ્મીરી ભારત સાથે જાય કે પાકિસ્તાન સાથે. મુશર્રફ કહે છે કે કાશ્મીરીઓને આઝાદીથી મત આપવાનો મોકો મળે તો તે આઝાદ રહેવાનું પસંદ કરશે. મને લાગે છે કે મુશર્રફ યોગ્ય કહે છે. સોજ કહે છે કે કાશ્મીરની સ્વતંત્રતાને ખતમ કરવી યોગ્ય નહોતી જે 19452 માં નહેરુ-શેખની સમજૂતી બાદ કરવામાં આવી હતી.

કાશ્મીરની સમસ્યા માટે કેન્દ્ર જવાબદાર
સોજે કહ્યુ કે નહેરુ સરકારે કાશ્મીરમાં શેખને અસંવિધાનિક રીતે હટાવ્યા અને તેની ધરપકડ કરી હતી કે જે મોટી ભૂલ હતી જેનો નહેરુએ પોતે પણ સ્વીકાર કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે પોતાની ભૂલોમાંથી કંઈ શીખ્યુ નથી. ત્યારબાદ ઈન્દિરા-અબ્દુલ્લા સમજૂતી 1975 માં કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યુ કે કેન્દ્રના બધા કાયદા ઘાટીમાં લાગુ કરવામાં આવે. જેને લાગુ કરવાની હિંમત કેન્દ્ર ન બતાવી શક્યુ. ત્યારબાદ ફરીથી કેન્દ્ર તરફથી મોટી ભૂલ કરવામાં આવી અને ફારુખ અબ્દુલ્લાની સરકારને 1984માં હટાવી દેવામાં આવી અને રાજ્યપાલ જગમોહનને ફરીથી તેની કમાન 1990 માં આપવામાં આવી. કેન્દ્ર સરકાર કાશ્મીરની સમસ્યા માટે જવાબદાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
