સીમા હૈદર સચિનને પ્રાઈવેટ ફોટો મોકલતી હતી, તપાસમાં ઘણા ચૌકાવનારા ખુલાસા
પાકિસ્તાનની 4 બાળકો સાથે ભારત પહોંચેલી સીમા હૈદરના એક પછી એક રાઝ ખુલી રહ્યા છે. પાકિસ્તાની જાસૂસ હોવાની શંકાના આધારે થઈ રહેલી પોલીસ તપાસમાં સીમાને લઈને ઘણા મોટા ખુલાસા થયા છે.
સીમાના દાવા અનુસાર, પબજીથી પ્રેમમાં પડીને નેપાળના રસ્તે તે ભારત પહોંચી હતી. જો કે પોલીસને તેની વાતો પર વિશ્વાસ નથી આવી રહ્યો ત્યારે પોલીસ તમામ એંગલથી તપાસ ચલાવી રહી છે.
હવે ચૌકાવનારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે આ લવ સ્ટોરીનો અહીં જ અંત આવી શકે છે. પોલીસ ટુંક સમયમાં વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલી શકે છે. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ એડીજી પ્રશાંત કુમારે આ વાતના સંકેત આપ્યો છે.
બીજી તરફ એટીએસ એ વાત પરથી પરદો ઉઠાવવા સતત પ્રયત્ન કરી રહી છે કે સીમા હૈદર પ્રેમિકા છે કે પાકિસ્તાની જાસૂસ. સીમા હૈદર વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે UP ATSની તપાસમાં જાણવા મળ્યું છે કે સીમા હૈદરે સેનાના જવાનો સિવાય દિલ્હી અને નોઈડાના ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
આ સિવાય સીમાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, સીમા હૈદરે સચિન સિવાય ઘણા લોકો સાથે વાતચીત કરી હતી. તે દિલ્હી નજીક રહેતા લોકોને શોધી રહી હતી. સીમાએ સ્વીકાર્યું કે તેણે સચિનને પૂછ્યું હતું કેસ તે દિલ્હીથી કેટલા દૂર રહે છે?
અહેવાલ અનુસાર, સીમા હૈદરે પાકિસ્તાનથી સચિનને પોતાની અંગત તસવીરો પણ મોકલી હતી. જણાવી દઈએ કે UPATS એ સચિન મીણા અને સીમા હૈદરની અલગ-અલગ પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન એટીએસને જાણવા મળ્યું કે, સીમા અને સચિન વચ્ચેની મોટાભાગની વાતચીત રાત્રે 11 વાગ્યાની આસપાસ ઇન્ટરનેટ કોલ પર જ થતી હતી. વાતચીત દરમિયાન સીમાએ સચિનને પૂછ્યું હતું કે તે દિલ્હીથી કેટલો દૂર રહે છે.

અહેવાલો અનુસાર, સચિને સીમાને કહ્યું હતું કે તે દિલ્હીથી માત્ર 40 થી 50 કિલોમીટર દૂર રહે છે. હવે એટીએસ સામે એ સવાલ છે કે સીમા માત્ર દિલ્હી આસપાસના લોકોને જ કેમ શોધી રહી હતી? એટીએસ સામે અન્ય એક સવાલ એ છે કે સચિને પ્રેમની વાત તેના પરિવાર અને મિત્રોથી કેમ છુપાવી?
સૂત્રો અનુસાર, પૂછપરછમાં સચિને જણાવ્યું કે, તેણે અને સીમાએ એકબીજાને ખૂબ જ ખાનગી તસવીરો મોકલી હતી. ATS એ સચિન અને સીમાને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા હતા.
એટીએસ દ્વારા પુછવામાં આવેલા આ સવાલોના જવાબ બંનેએ અલગ-અલગ આપ્યા છે. આ સિવાય પોલીસે સીમાની મોટી દીકરીને પણ કેટલાક સવાલો કર્યા છે. એક ખુલાસો એ પણ થયો છે કે સીમાએ તેના બાળકોને કહ્યું હતું કે જો કોઈ તમારા પિતા વિશે પૂછે તો કંઈપણ ન કહવુ. આ સવાલો બાદ હવે સીમા સતત સવાલોમાં ઉલઝી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
