બે દેશો વચ્ચે આવી પણ હોય છે બોર્ડર, જુઓ 9 વિચિત્ર બોર્ડરો
નવી દિલ્હી: 15મી ઓગષ્ટના દિવસે ભારતે પોતાનો 68મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. બીજી તરફ ભારત-પાકિસ્તાનને એકબીજાથી અલગ થયાને 68 વર્ષ થઇ ગયા. પરંતુ ત્યારથી માંડીને આજ સુધી ભારત-પાકિસ્તાન પર પૂર્ણરૂપે શાંતિ જોઇ નથી.
68 વર્ષ વીત્યા બાદ પણ ભારત-પાકિસ્તાન સીમા વિવાદ ખતમ થવાનું નામ લેતો નથી. આ વર્ષની વાત કરીએ તો ભારત-પાકિસ્તાન સીમા પર પાકિસ્તાન દ્વારા અત્યાર સુધી 56 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઇ ચૂક્યું છે. સીમાઓ પર ઉભેલા આપણા હજારો સેનાના જવાનો દિવસ રાત દેશની સુરક્ષા માટે તૈનાત રહે છે. ઘણા શહીદ થાય છે તો ઘણા ગુમનામ. કડકડતી ઠંડી હોય કે પછી ધમધમતો તડકો, પાકિસ્તાન અને ચીનને અડીને આવેલી બોર્ડર પર ભારતીય જવાનોને ચોવીસ કલાક તૈનાત રહેવું પડે છે.
પરંતુ શું તમને ખબર છે કે વિશ્વમાં કેટલીક આંતરરાષ્ટ્રીય બોર્ડર એવી પણ છે, જ્યાં ન સેના, ન ગોળીબારી. તેમછતાં ત્યાં લોકો શાંતિ અને સુરક્ષાની સાથે પોતાનું જીવન વિતાવી રહ્યાં છે. તો આ વો અમે તમને બતાવીએ બે દેશો વચ્ચેની કેટલીક એવી અસામાન્ય બોર્ડર. જેને જોઇને તમે પણ કહેશો કે શું બોર્ડર આવી પણ હોય?
તો પછી સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જુઓ અસાધારણ બોર્ડરોને.

નેધરલેંડ અને બેલ્જિયમ
નેધરલેંડ અને બેલ્જિયમની આ બોર્ડર દેશની સૌથી વિચિત્ર બોર્ડર છે. આ બાર્લે શહેરમાં છે. એક તરફ જ્યાં આખુ શહેર નેધરલેંડથી ઘેરાયેલ છે. તો બીજી તરફ 26 જગ્યાઓ પર બેલ્જિયમની અંદર આવે છે. શહેરના માર્ગો પર આ બોર્ડર સ્પષ્ટ જોવા મળે છે.

કોસ્ટા રિકા અને પનામા
આ બ્રિજરૂપી બોર્ડર પ્રાકૃતિક રૂપે આ બે દેશો વચ્ચે બનાવવામાં આવી છે. આ સિંગલ લેન પુલ છે, જેના પર દરરોજ હજારો લોકો અને ગાડીઓ પસાર થાય છે.

આર્જેટિના, પુરૂગ્વે અને બ્રાજીલ
આ ત્રણ દક્ષિણ અમેરિકન દેશોની આ બોર્ડર પણ ખૂબ વિચિત્ર છે. આ તે જગ્યા છે, જ્યાં ઇગ્જાઉ અને પરાના નદીઓ આવીને મળે છે. તેને ટ્રિપલ ફ્રંનટિયર પણ કહે છે.

યૂએસ અને કનેડા બોર્ડર
ડરબી લાઇન શહેર આ બંને દેશોની બોર્ડર છે. અહી બોર્ડર આખા શહેરમાંથી થઇને પસાર થાય છે. તમે જાણીને આશ્વર્ય થશે કે અહીંની બોર્ડર બિલ્ડિંગ અને ઘરોની અંદરથી પણ જાય છે.

યૂએસ અને મેક્સિકો
યૂએસ અને મેક્સિકોની આ બોર્ડર સૌથી વધુ ક્રોસ કરનાર બોર્ડર છે. દર વર્ષે અહીં લગભગ 350 લોકો કાયદાકીય રીતે ક્રોસ કરે છે.

આર્જેટિના અને બ્રાજીલ
તમે જાણીને આશ્વર્ય થશે કે ઇગ્ગૌજુ નદી પર બનેલ આ ઝરણું બ્રાજીલ અને આર્જેટિનાની બોર્ડર છે.

ઓસ્ટ્રેલિયા, હંગરી અને સ્લોવાકિયા
આ ત્રણેય દેશો વચ્ચેની આ બોર્ડર પણ અસાધારણ છે. ફક્ત એક ત્રિકોણ ટેબલ જેવા પથ્થરના માધ્યમથી આ ત્રણેય દેશના લોકેશનને દર્શાવવામાં આવ્યા છે.

વેટિકન સિટી અને ઇટલી
સેંટ પીટર સ્કોયરનો આ ફેલાયેલ પ્રવેશ વેટિકન સિટી અને ઇટલીની બોર્ડર છે.

આર્જેટિના અને ચિલી
બોર્ડરના નામ પર ઇસા મસીહાની ફક્ત આ મૂર્તિ એંડસ પર્વત પર બનેલી છે. જો કે આર્જેટિના અને ચિલી વચ્ચે એક સીમા પણ છે. ઇસા મસીહાની આ મૂર્તિને અહીં શાંતિનું પ્રતિક ગણવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
