બાબરી કેસ: સુપ્રિમ કોર્ટે CBIની કાઢી ઝાટકણી
સુપ્રિમ કોર્ટે બાબરી મામલને વારંવાર ટાળવાના કારણે સીબીઆઇની આજે ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે.
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: સુપ્રિમ કોર્ટે બાબરી મામલને વારંવાર ટાળવાના કારણે સીબીઆઇની આજે ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે. પરંતુ સીબીઆઇ તેને લાંબુ ખેંચી રહી છે. સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણી એવે વખતે આવી જ્યારે સીબીઆઇએ ગુરુવારે મામલાને ટાળવાની વાત કરી.

આ અંગે કોર્ટે જણાવ્યું કે સીબીઆઇને હવે અલગથી કોઇ સોગંદનામું દાખલ કરવાની પરવાનગી નહી આપવામાં આવે, અત્યાર સુધી જે દસ્તાવેજો આપવામાં આવ્યા છે તેના આધારે જ ચર્ચા કરવાની રહેશે. સાથે સાથે કોર્ટે જણાવ્યું કે સ્પેશિયલ કોર્ટ અને હાઇકોર્ટમાં આ મામલા સાથે જોડાયેલા બધા જ દસ્તાવેજ સુપ્રિમ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.
સીબીઆઇએ ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી સહીત અન્ય ઘણા નેતાઓની સામે બાબરી મસ્જીદને ધ્વંસ કરવાના કાવતરું રચવાની ધારા 120 બી જોડવા માટે અરજી આપી હતી. આ મામલે વધુ સુનવણી 13 ફેબ્રુઆરીના રાજ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે જેના પગલે દરેક પક્ષ પોતપોતાની મતબેન્કની રાજનીતિમાં લાગી ગયા છે. અને એકવાર ફરી બાબરી મસ્જીદના સ્થાને રામમંદીર બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
