સુપ્રીમકોર્ટનો ચુકાદો: ભુલ્લરની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવાઇ
નવી દિલ્હી, 31 માર્ચ: 1993ના બોમ્બ બ્લાસ્ટના કેસમાં દેવિન્દર પાલ સિંહ ભુલ્લરની સજા સોમવારે ઉંમરકેદમાં બદલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો સંભળાવતાં ભુલ્લરની ફાંસીની સજા બદલી દિધી.
ચીફ જસ્ટિસ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી ચાર સદસ્યીય પીઠે ભુલ્લર વિશે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ આરએમ લોઢા, એચએલ દત્તુ અને એસજે મુખોપાધ્યાય સામેલ છે. ચૂંટણીની મોસમમાં ભુલ્લર પર સરકારનું સકારાત્મક વલણ અને કોર્ટનો આ ચૂકાદો બંને જ મહત્વપૂર્ણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં અકાળી દળ સહિત બધા જ રાજકીય પક્ષો ભુલ્લરની ફાંસી માફ કરવાના પક્ષમાં હતા.
આતંકવાદી ભુલ્લરને સપ્ટેમ્બર 1993માં યૂથ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ એમએસ બિટ્ટાને કાર પર બોમ્બ વિસ્ફોટ કરવાના ગુનામાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. તે હુમલામાં નવ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે બિટ્ટા સહિત 25 લોકોને ઇજા પહોંચી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા સજા-એ-મોત પર મોહર લગાવ્યા બાદ રાષ્ટ્રપતિ પણ ભુલ્લરની દયા અરજી નકારી કાઢી હતી.

આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને થોડા દિવસો પહેલાં માહિતગાર કર્યા હતા કે ખાલિસ્તાની આતંકવાદી દેવિન્દર સિંહ ભુલ્લરની મોતની સજાને ઉંમરકેદમાં ફેરવવામાં કોઇ વાંધો નથી અને દયા અરજીના નિવારણમાં મોડું થયું હોવાના આધાર પર મોતની સજા ઉંમરકેદમાં ફેરવવાની સુપ્રીમ કોર્ટની વ્યવસ્થામાં તેની અરજીને મંજૂરી આપવાની હતી. મુખ્યા ન્યાયધીશ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પીઠ સમક્ષ એટોર્ની જનરલ ગુલામ વાહણવટીએ આ એક એવો મુદ્દો છે જેમાં પરવાનગી આપવામાં આવશે કારણ કે દોષીની દયા અરજીના નિવારણમાં આઠ વર્ષ મોડું કરવામાં આવ્યું હતું. જજે કહ્યું હતું કે આ કેસમાં 31 માર્ચના રોજ સંક્ષિપ્ત આદેશ સંભળાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જજે 31 જાન્યુઆરીના રોજ ભુલ્લરને ફાંસી આપવા પર પ્રતિબંધ લગાવતાં તેને ચુકાદા પર પુનવિચાર કરવાની સહમતિ આપી હતી જેના હેઠળ 1993ના દિલ્હી બોમ્બ વિસ્ફોટ કાંડમાં તેની મોતની સજાને ઉંમરકેદમાં ફેરવવાની અપીલ નકારી કાઢવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
