ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદો 6 મે સુધીમાં નિપટાવે
ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદો 6 મે સુધીમાં નિપટાવે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે 6 મે પહેલા પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનની 9 ફરિયાદો નિપટાવે. જણાવી દઈએ કે આ સંબંધમાં કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને કહ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહે પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ઉલ્લંઘન કર્યો છે.

આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ 9 ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પણ પંચે કોઈ ફેસલો લીધો નથી. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, અને આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 6 મે સુધીમાં ફરિયાદો પર પોતાનો ફેસલો લેવા કહ્યું છે. જણાવી દઈએ કે ચૂંટણી પંચે બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે લાતૂરમાં પીએમ મોદીએ આપેલ નિવેદન આચાર સંહિતાનો ઉલ્લંઘન નથી.
Supreme Court asks Election Commission to decide before May 6, the 9 complaints filed by Congress party against PM Narendra Modi and BJP President Amit Shah for allegedly violating the Model Code of Conduct. pic.twitter.com/bbq2YDtEgm
— ANI (@ANI) May 2, 2019
પરંતુ આ જે 9 ફરિયાદ છે તે પણ આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જ જોડાયેલ છે જે પીએમ મોદી અને અમિત શાહે અલગ-અલગ રેલીઓમાં નિવેદનો આપ્યાં હતાં. કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 9 ફરિયાદ એવી મળી છે જેના પર ચૂંટણી પંચ હજુ સુધી કોઈ ફેસલો નથી લઈ શક્યું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ 6 મે પહેલા આ તમામ 9 ફરિયાદો પર ફેસલો લેવો પડશે.
ગુરુવારે થયેલ સુનાવણીમાં અરજદાર સુષ્મિતા દેવ તરફથી વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે 31 દિવસમાં માત્ર 2 ફરિયાદો ઉકેકાઈ છે. એવામાં તો આ બધી ફરિયાદોને નિપટાવવામાં 250થી વધુ દિવસો લાગી જશે. સિંધવીએ કહ્યું કે જે ફરિયાદો ઉકેલવામાં આવી તેનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી. તેમણે કોર્ટને જણાવ્યું કે ચૂંટણી પંચ પાસે કુલ 40 ફરિયાદો આવી હતી, જેમાં 20 પર ફેસલો લેવામાં આવ્યો છે જે અન્ય લોકો વિરુદ્ધ હતી. પરંતુ પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધની ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચ- ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
