દિલ્હી ડુબાવવા કોઈએ ષડયંત્ર રચ્યું? સૌરભ ભારદ્વાજે લગાવ્યો ગંભીર આરોપ
ઉત્તર ભારતમાં અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી છે. યમુના નદીમાં પાણીનું સ્તર ઐતિહાસિક લેવલને વટાવી ગયું હોવાથી પાણી દિલ્હીમાં ઘૂસી ગયાં હતાં. જો કે હવે યમુનાનું જળસ્તર ઘટવા લાગ્યું છે છતાં હજી પણ દિલ્હીના કેટલાય વિસ્તારો જળસમાધીમાં છે.
જેને પગલે અનેક લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. આ દરમિયાન દિલ્હીમાં આવેલા પૂરને લઇ રાજનીતિએ પોતાનો અલગ જ રંગ પકડ્યો છે. યમુનામાં પૂરને લઈ રાજનૈતિક ઘમાસાણ તેજ થઇ ગયું છે. દિલ્હી સરકારમમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હી જાણીજોઈને ભાજપે ડુબાડી હોવાનો આરોપ લગાવ્યો છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'દિલ્હીને જાણી જોઈને ડુબાડવામાં આવી, હથિનીકુ્ંડ બૈરાજથી વધુપડતું પાણી માત્ર દિલ્હી મોકલવામમાં આવ્યું.' સૌરભ ભારદ્વાજનો દાવો છે કે 'હથિનીકુંડ બૈરાજથી માત્ર દિલ્હી માટે પાણી છોડવામમાં આવ્યું, જ્યારે પશ્ચિમી નહેર માટે પાણી છોડાયું જ નહોતું. આના પર રાજનીતિ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ સહિત દિલ્હીના તમામ મહત્વપૂર્ણ સંસ્થાગત બિલ્ડિંગો ડુબાવવાનું ષડયંત્ર હતું.'
સૌરભ ભારદ્વાજે આરોપ લગાવતા કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ અધિકારી જેવા એલજીના પ્રિય અધિકારી તેમના મંત્રી આતિશીનો ફોન નથી ઉઠાવી રહ્યા. રાહત શિબિરોની હાલત ખરાબ હોવાનું તેમણે જણાવ્યું, ઉપરાંત તેમણે જણાવ્યું કે અધિકારીઓ કાર્યવાહી નથી કરી રહ્યા માટે ખાવા પૂરતો ખોરાક પણ નથી. જે અધિકારીઓ રાહત શિબિરોનું આયોજન ના કરી શકતા હોય તેમણે રાજીનામું આપી દેવાની ભારદ્વાજે સલાહ આપી.
સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'ભાજપના અમુક અંગુઠાછાપ લોકો કહી રહ્યા છે કે પાણી વહેંચવાનું કામ રેગ્યુલેટરનું થોડું હોય. અરે તો પછી રેગ્યુલેટર હોય જ છે કેવા માટે? એજ તો તેમનું કામ હોય છે. પાણી રેગ્યુલેટ કરવું તેમની જવાબદારી હોય છે. હથિની કુંડની લૉગ બૂકમાં સ્પષ્ટ છે, કે જ્યારે દિલ્હી તરફ પાણી છોડવામમાં આવ્યું, East West Canal ખાલી રાખવામાં આવ્યા.'
સંજય સિંહનો આરોપ
આમ આદમી પાર્ટીના સંજય સિંહે કહ્યું કે, 'હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી સંપૂર્ણપણે પૂર ગ્રસ્ત છે. દિલ્હીમાં ત્રણ દિવસથી વરસાદ નથી, તો પછી પૂર કયા કારણે આવ્યું છે. ભાજપ અને કેન્દ્રની દિલ્હી પ્રત્યે દુર્ભાવના, દિલ્હીને બરબાદ કરવાનું ષડયંત્ર, દિલ્હી પ્રત્યે મોદીની નફરત તેનું કારણ છે. આ ડિઝાસ્ટરની સ્થિતિ છે, દેશના કોઈપણ ભાગમાં આવી શકે છે. આ પ્રાયોજિત પૂર છે, પ્રાયોજિત આફત છે. મોદીજી એવા સમયે દેશને અનાથ છોડી ફ્રાંસ રખડવા નીકળી ગયા જ્યારે દેશના પાંચ રાજ્યમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે.'
કેજરીવાલે શું કહ્યું?
અગાઉ શુક્રવારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 'દિલ્હીમાં તો વરસાદ થયો નથી. અત્યારે બધું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે. આ અમારું લોકલ પાણી તો છે નહીં. એટલું પાણી હેન્ડલ કરવાની દિલ્હીની કેપિસિટી આજ સુધી નહોતી. 1978 પછી પહેલીવાર આટલું પાણી આવ્યું છે.'
વધુમાં કેજરીવાલે કહ્યું કે આ રાજનીતિનો સમય નથી, એકબીજા પર આરોપો લગાવવાને બદલે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. હવામાન વિભાગ તરફથી જે સૂચના આવી છે, તેમાં દિલ્હીમાં કાલથી વરસાદની સંભાવના છે. જો વરસાદ ના આવે તો એક-બે દિવસમાં બધું ઠીક થઇ જશે, પરંતુ જો વરસાદ આવશે તો હાલાત ફરી ખરાબ થઇ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
