Satish Kaushik: આ કારણે સતીશ કૌશિકનુ થયુ મોત, પોસ્ટમોટર્મ રિપોર્ટમાં થયો ખુલાસો
અભિનેતા સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.

જીવન વિશે કંઈ કહી શકાય નહીં, કારણ કે 7 માર્ચે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે અભિનેતા સતીશ કૌશિશ હોળીના રંગોમાં દુનિયાને અલવિદા કહી દેશે. ચાલતી કારમાં અચાનક તબિયત લથડતાં અભિનેતાને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બુધવારે રાત્રે તેનું અવસાન થયું હતું. પીઢ અભિનેતાએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આવી સ્થિતિમાં હવે તેમના મોતનું કારણ સામે આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે સારા દેખાતા અભિનેતાનું મોત કેવી રીતે થયું?

PM રિપોર્ટ આવ્યો સામે
વાસ્તવમાં, સતીશ કૌશિકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ દિલ્હીની દીન દયાલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે, પરંતુ ડૉક્ટરોને તેમના મૃત્યુ અંગે શંકા હતી, ત્યારબાદ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ હવે આવી ગયો છે.

મોતનુ કારણ આવ્યુ સામે
સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અભિનેતા સતીશ કૌશિકના મૃતદેહનું દિલ્હીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. અહેવાલોમાં અભિનેતાના મૃત્યુના કારણ તરીકે કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) સૂચવવામાં આવ્યું છે. અગાઉ, દિલ્હી પોલીસે CrPC ની કલમ 174 હેઠળ નિયમિત કાર્યવાહી હાથ ધરી હતી, જેનો હેતુ એ જાણવાનો હતો કે મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હતું કે વ્યક્તિનું મૃત્યુ અકુદરતી કારણોસર થયું હતું.

મુંબઇ જશે પાર્થિવ દેહ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીની દીન દયાલ હોસ્પિટલમાં લગભગ એક કલાક સુધી સતીશ કૌશિકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલ્યું. કહેવામાં આવી રહ્યું છે કે સતીશ કૌશિકના મૃતદેહને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જણાવી દઈએ કે ગુરુવારે અભિનેતા અનુપમ ખેરે સતીશ કૌશિકના નિધનની જાણકારી આપી હતી. અનુપમ ખેરે ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
