શારદા ગોટાળામાં તૃણમૂલ સાંસદ કૃણાલ ઘોષની ધરપકડ
કલકત્તા, 24 નવેમ્બર: પશ્વિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેંડેડ સાંસદ કૃણાલ ઘોસઃઅને શારદા ચિટ ફંડ ગોટાળામાં શનિવારે ધરપકડ કરવામાં આવી. એક પોલીસ અધિકારીએ આ જાણકારી આપી હતી. બિધાનગરના કમિશ્નર (ગુપ્તચર વિભાગ) અર્નબ ઘોષે જણાવ્યું હતું કે 'કૃણાલ ઘોષની આજે (શનિવારે) ધરપકડ કરી લીધી છે. હવે અમારી કસ્ટડીમાં છે.'
અર્નબ ઘોષે વધુમાં જણાવ્યું હતું કે 'અત્યાર સુધી તપાસમાં એ વાતના પુરાવા મળ્યા છે કે તે શારદા ગ્રુપના અધ્ય્ક્ષ સુદિપ્તા સેન તથા અન્ય લોકોની સાથે કાવતરું રચવામાં સામેલ હતા.' કમિશ્નરે જણાવ્યું હતું કે સાંસદોએ ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 420 બી, અને 406 હેઠળ કેટલાક ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી છે.

પત્રકારત્વથી રાજકારણમાં આવેલા કૃષાણ શારદા મીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી હતા, અને તેમને શારદા મીડિયા સમૂહની કંપની 'બ્રૉડકાસ્ટ વર્લ્ડવાઇડ'ના જનરલ મેનેજર દ્વારા દાખલ કરાવવામાં આવેલા એક પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યસભા સાંસદ કૃણાલ દ્વારા અર્નબ ઘોષ વિરૂદ્ધ જાણવાજોગ નોંધાવ્યા બાદ થોડા કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી. સાંસદે ઉપાયુક્ત વિરૂદ્ધ દાખલ જાણવાજોગ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે અર્નબ શારદા ચિટ ફંડ ગોટાળામાં તેમના પર નિવેદન આપવા માટે દબાણ નાખી રહ્યાં હતા અને તેમને બ્લેકમેલ કરી રહ્યાં હતા. આ દરમિયાન સાંસદ કૃણાલ ઘોષે વડાપ્રધાન મનમોહન સિંહને પણ એક પત્ર લખીને આ કેસની તપાસ કેન્દ્રિય તપાસ બ્યૂરો પાસે કરાવવાની માંગણી કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
