સંજય રાઉત EDની કસ્ટડીમાં, કોર્ટે 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા!
શિવસેનાના નેતા સંજય રાઉત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. રવિવારની મધ્યરાત્રિએ તેમના મુંબઈના નિવાસસ્થાન પર નવ કલાક સુધી ચાલેલા દરોડા પછી રાઉતની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ : શિવસેનાના નેતા સંજય રાઉત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. રવિવારની મધ્યરાત્રિએ તેમના મુંબઈના નિવાસસ્થાન પર નવ કલાક સુધી ચાલેલા દરોડા પછી રાઉતની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ EDની ઓફિસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં સોમવારે તેમને ED ઓફિસમાંથી મેડિકલ તપાસ માટે JJ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જે બાદ કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તે બે વખત EDની પૂછપરછ માટે હાજર થયા ન હતા.

શિવસેનાના નેતા સંજય રાઉતને મુંબઈની જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ બાદ ED અધિકારીઓ દ્વારા મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સંજય રાઉતને પાત્રા ચાલ કૌભાંડ કેસમાં 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. સંજય રાઉતના વકીલ એડવોકેટ અશોક મુંદરગીએ કોર્ટને કહ્યું કે તેમની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. તે હૃદય સંબંધિત બિમારીના દર્દી છે. તેની સર્જરી પણ થઈ હતી. આ અંગેના દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
EDના વકીલ એડ હિતેન વેણેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે પૈસા (1.6 કરોડ રૂપિયા)માંથી અલીબાગના કિહિમ બીચ પર એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો. સપના પાટકરના નામે પ્લોટ લેવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પ્રવીણ રાઉત સંજય રાઉતના માણસ હતા.
EDના વકીલે દલીલ કરી હતી કે સંજય રાઉતને 4 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ માત્ર એક જ વાર એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સંજય રાઉતે પુરાવા અને મહત્વપૂર્ણ સાક્ષીઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે EDએ રાઉતની 8 દિવસની કસ્ટડી પણ માંગી છે.
જણાવી દઈએ કે શિવસેના સાંસદની ધરપકડ પાત્રા ચાલ કેસ સાથે જોડાયેલી છે અને તેની પત્ની પણ આમાં સામેલ છે. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંજય રાઉતને અસહકાર, નિવાસસ્થાનેથી બિનહિસાબી રોકડ મળવી અને તેના સ્થાન પરથી વાંધાજનક દસ્તાવેજોની રિકવરી બાદ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ એજન્સીના અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી છે. જે બાદ સોમવારે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે તેમના ભાઈએ દાવો કર્યો હતો કે અયોધ્યા પ્રવાસ માટે રોકડ એકઠી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપ તેમનાથી ડરે છે અને તેમની ધરપકડ કરી લીધી છે. તેઓએ અમને કોઈ દસ્તાવેજ આપ્યા નથી. તેમને ફ્રેમ કરવામાં આવ્યા છે.
શિવસેનાના ધારાસભ્ય સુનીલ રાઉતે કહ્યું કે, ઘરમાં મળેલી રકમ એકનાથ શિંદેની છે. તે અયોધ્યા યાત્રા માટે પાર્ટીનું ફંડ હતું. શિવસેના અને બીજેપીના દાયકાઓ જૂના સંબંધો તોડ્યા બાદ સંજય રાઉત સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાજ્યસભા સાંસદ રાઉત ED દ્વારા બે વખત સમન્સ મોકલ્યા બાદ પણ પાત્રા ચાલ કેસમાં હાજર થયા ન હતા. રવિવારે જ્યારે તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે રાઉતે કહ્યું હતું કે તેમને આ મામલામાં કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ શિવસેના નહીં છોડે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
