યરવડા જેલમાં સંજય દત્ત બનાવશે ફર્નિચર !
પુણે, 25 મે: યરવડા કેન્દ્રિય કારાગારની ઉંચી-ઉંચી દિવાલો પાછળ સન્નાટો પ્રસરેલો છે અને અહીંથી પસાર થનાર લોકો બોલીવુડ અભિનેતા સંજય દત્તની ઝલક મેળવવા માટે જેલના દરવાજા પર નજરો માંડીને બેસ્યાં છે જેમને 42 મહિનાની સજા માટે અહી લાવવામાં આવ્યાં છે. સંજય દત્તને 1993 મુંબઇ સીરિયલ બ્લાસ્ટ સાથે સંકળાયેલ કેસમાં સજા કાપવા માટે 22 મેના રોજ આ ઐતિહાસિક જેલમાં લાવવામાં આવ્યાં છે જ્યાં મહાત્મા ગાંધી સ્વતંત્રતા આંદોલન દરમિયાન કેદ રહ્યાં હતા.
સંજય દત્તને મુંબઇની આર્થર રોડ જેલમાંથી અહી લાવ્યા બાદ જેલ અધિકારીઓ અભિનેતાના આ અનિવાર્ય શારિરિક શ્રમ પર નિર્ણય કર્યો છે જે સંજય દત્તને એક કેદી હોવાના લીધે કરવું પડશે. જેલના એક અધિકારીએ કહ્યું હતું કે તેમને સુરક્ષાને કારણે એક અલગ કોઠરીમાં રાખવામાં આવે છે. અમે જેલ મૈનુઅલના અનુસાર તેમને કામ આપવાનો નિર્ણય કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેદી નંબર 16656'નો બિલ્લો પહેરી રહેલા સંજય દત્ત ત્રીજીવાર યરવડા જેલમાં આવ્યાં છે. સંજય દત્ત પોતાનામાં જ સિમિત છે અને તેમને નક્કી દિનચર્યાનું પાલન કર્યું હતું જેમાં સવારે સાડા સાત વાગે નાસ્તો, બપોરે 11 વાગે બપોરનું ભોજન અને સાંજે સાડા છ વાગે રાત્રિભોજન સામેલ છે. તેમને 16 મેના રોજ આત્મસમર્પણ બાદ આર્થર રોડ જેલમાં છ રાત્રિ વિતાવી હતી.

વધારાના ડીજીપી (જેલ) મીરાન બોરવાંકરે કહ્યું કે સંજય દત્તની જેલની દિનચર્યા પર જલદી કોઇ નિર્ણય લેવામાં આવશે જેમાં તેમને આપવામાં આવનાર કામનો પણ સમાવેશ થશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની સાથે એક સામાન્ય કેદી જેવો વ્યવહાર થશે અને તેમને ફક્ત રજા આપવામાં આવશે જે કોર્ટ દ્વારા તેમને એક મહિના માટે આપવામાં આવશે.
સંજય દત્ત ગત વખતે જ્યારે યરવડા જેલમાં હતા ત્યારે તેમને જેલમાં ખુરશીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ જેલમાં મોટી માત્રામાં લાકડાનું ફર્નિચર તૈયાર થાય છે જેને બહાર વેચવામાં આવે છે. એક નિર્દેશકની નજર હેઠળ ટોપલી બનાવનાર સંજય દત્તને 12.50 રૂપિયા પ્રતિદિવસના હિસાબે ચુકવવામાં આવ્યાં હતા. જેલમાં આ દરમિયાન અકુશળ શ્રમિકના વેતનની ચુકવણી કરવામાં આવે છે.
મુંબઇ વિસ્ફોટ કેસ સાથે સંકળાયેલા ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજાની પુષ્ટિ થયા બાદ 'મુન્નાભાઇ'ને બાકીની સજા અહીં યરવડા જેલમાં કાપવી પડશે. સંજય દત્ત 2007માં બે વખત આ જેલમાં કેદ રહી ચૂક્યાં છે. સંજય દત્તને કોઠરી બેરક નંબર ત્રણમાં સ્થિત છે અને સંજય દત્તના મિત્ર તથા સહ ગુનેગાર યૂસૂફ નલવાલાને પણ આ બેરકમાં એક અન્ય કોઠરીમાં રાખવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
