અઝરુદ્દીનના દીકરાની દુલ્હન બનશે સાનિયા મિર્ઝાની બહેન અનમ, ડિસેમ્બરમાં લગ્ન
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ અફવાઓ પર લગામ લગાવીને આની પુષ્ટિ કરી છે કે તેમની બહેન અનમ મિર્ઝા પૂર્વ ભારતીય કેપ્ટન અઝરુદ્દીના દીકરા અસદ સાથે નિકાહ કરવા જઈ રહી છે.
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ અફવાઓ પર લગામ લગાવીને આની પુષ્ટિ કરી છે કે તેમની બહેન અનમ મિર્ઝા પૂર્વ ભારતીય કેપ્ટન અઝરુદ્દીના દીકરા અસદ સાથે નિકાહ કરવા જઈ રહી છે. લાંબા સમયથી ચાલી આવી રહેલી બંનેના લગ્નની અફવાઓનો હવે સાનિયા મિર્ઝાએ સ્વીકાર કર્યો છે. અનમ અને અસદ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સાથે ફોટો શેર કરીને પોતાના લગ્નની અફવાઓને હવા આપી દીધી હતી.

અઝરુદ્દીનના દીકરાની દુલ્હન બશે સાનિયા મિર્ઝાની બહેન
છેલ્લા ઘણા દિવસોથી આ વાતની ચર્ચા હતી કે પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેલા મોહમ્મદ અઝરુદ્દીનના પુત્ર સાથે સાનિયા મિર્ઝાની બહેનના લગ્ન થવાના છે. પરંતુ હવે ખુદ સાનિયા મિર્ઝાએ આ પુષ્ટિ કરી દીધી છે. એક અંગ્રેજી મીડિયા અનુસાર સાનિયા મિર્ઝાએ કહ્યુ છે, ‘મારી બહેન ડિસેમ્બરમાં નિકાહ કરવા જઈ રહી છે. અમે હાલમાં પેરિસમાં બેચલર પાર્ટી મનાવીને પાછા આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહિત છીએ.'

સાનિયા મિર્ઝાએ બંનેના લગ્નની તારીખનો ઉલ્લેખ ન કર્યો
સાનિયાએ કહ્યુ, અનમ સારા છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેમનુ નામ અસદ છે અને તે મોહમ્મદ અઝરુદ્દીના દીકરા છે. સાનિયા મિર્ઝાએ બંનેના લગ્નની તારીખનો તો ઉલ્લેખ ન કર્યો પરંતુ એટલુ જરૂર કર્યુ છે કે લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. આ વર્ષે માર્ચમાં સાનિયા મિર્ઝાએ અસદ સાથે એક ફોટો શેર કર્યો હતો જેના કેપ્શનમાં તેણે ફેમિલી લખ્યુ હતુ. અનમ સાનિયાની નાની બહેન છે અને છૂટાછેડા લઈ ચૂકી છે. તેના લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે 2016માં થયા હતા.

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે
સાનિયા મિર્ઝાની નજીકની દોસ્ત અને ફિલ્મમેકર ફરાહ ખાને પણ થોડા દિવસ પહેલા અનમ તરફ ઈશારો કરીને બ્રાઈડ ટુ બીવાળો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફરાહ ખાને લખ્યુ હતુ કે પિલો ટૉક, જ્યારે મિર્ઝા બહેનો સાથે હોય તો તેમની સાથે સમય પસાર કરવો જરૂરી બની જાય છે. ઘણા પ્રસંગે અસદ અને અનમે પણ ઈન્સ્ટાગ્રામ પર સાથે ફોટા શેર કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
