રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કોંગ્રેસ નેતાના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપે કર્યો પલટવાર, ગણાવ્યુ દલિત વિરોધી
કોંગ્રેસ નેતા ડૉ. ઉદિત રાજે જે રીતે દેશના રાષ્ટ્રપતિ વિશે ટ્વિટ કર્યુ તેના પર ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવકતા સંબિત પાત્રાએ જોરદાર પ્રહાર કર્યો છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા ડૉ. ઉદિત રાજે જે રીતે દેશના રાષ્ટ્રપતિ વિશે ટ્વિટ કર્યુ તેના પર ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવકતા સંબિત પાત્રાએ જોરદાર પ્રહાર કર્યો છે. સંબિત પાત્રાએ ઉદિત રાજની ટીકા કરીને કહ્યુ કે રાષ્ટ્રપતિ માટે જે રીતના શબ્દોનો કોંગ્રેસ નેતાએ ઉપયોગ કર્યો છે તે ચિંતાજનક છે. આવુ પહેલી વાર નથી જ્યારે આ લોકોએ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ પહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ લોકોનુ આ પ્રકારનુ નિવેદન દર્શાવે છે કે આ લોકો દલિત વિરોધી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા ઉદિત રાજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, 'દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને ના મળે. ચમચાગિરીની પણ હદ છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનુ નમક ખાય છે. ખુદ નમક ખઈને જિંદગી જીવો તો ખબર પડશે. જો કે, જે રીતે દ્રૌપદી મુર્મૂ વિશે આપેલા નિવેદન પર વિવાદ થયો ત્યારબાદ ઉદિત રાજે સફાઈ આપી છે અને તેમણે કહ્યુ કે મારુ નિવેદન કોંગ્રેસ પાર્ટીનુ નથી પરંતુ મારુ છે.'

મહિલા પંચે મોકલી નોટિસ
વળી, ઉદિત રાજના ટ્વિટની જાણવાજોગ લઈને રાષ્ટ્રીય મહિલા પંચના ચેરમેન રેખા શર્માએ કહ્યુ કે દેશના સર્વોચ્ચ મહિલા જે પોતાની કઠોર મહેનતના બળ પર એ પદ પર પહોંચ્યા છે તેમની સામે આ વાંધાજનક ટિપ્પણી છે. ડૉક્ટર ઉદિત રાજે પોતાના નિવેદન પર માફી માંગવી જોઈએ. મહિલા પંચ આ બાબતે ઉદિત રાજને નોટિસ મોકલી રહી છે.
પોતાના ટ્વિટ પર સફાઈ આપીને ઉદિત રાજે લખ્યુ, દ્રૌપદી મુર્મૂજીનુ રાષ્ટ્રપતિ તરીકે પૂરુ સમ્માન છે. તે દલિત-આદિવાસીના પ્રતિનિધિ પણ છે અને તેમને અધિકાર છે પોતાના ભાગના સવાલ કરવાનો. આને રાષ્ટ્રપતિ સાથે જોડવામાં ન આવે. વધુ એક ટ્વિટ કરીને ઉદિત રાજે લખ્યુ, આ નિવેદન દ્રૌપદી મુર્મૂજી માટે મારુ પોતાનુ છે, કોંગ્રેસ પાર્ટીનુ નથી. મુર્મૂજીને ઉમેદવાર બનાવ્યા તેમજ મત માંગ્યા આદિવાસીના નામથી. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ છે. રડવુ ત્યારે આવે છે જ્યારે એસસી/એસટીના નામે પદ પર જાય છે પછી ચૂપ.
ઉલ્લેખનીય છે કે ઉદિત રાજ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ સામેલ છે. ભારત જોડો યાત્રા દરમિયાન જે રીતે રાહુલ ગાંધીએ વરસાદ વચ્ચે ભાષણ આપ્યુ અને તેના ફોટા વાયર થયા તેના પર તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીજીએ પીએમ પદનુ અધ્યક્ષ પદ છોડ્યુ, મૂસળધાર વરસાદમાં મૈસૂરમાં ભાષણ આપ્યુ કારણકે જનતા પણ પલળી રહી હતી. દેશના લોકો જાગો, પદયાત્રા તમારા દુઃખોના નિવારણ માટે કરવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
