Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલો કરનારો કેવી રીતે પકડાયો? જાણો શું કહ્યું પોલીસે?
Saif Ali Khan Attack : અભિનેતા સેફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પકડાયા બાદ હુમલાને લઈને ઘણા ખુલાસા થયા છે.
મુંબઈ પોલીસે આરોપી વિજય દાસની થાણેના કાસરવડાવલી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તે છેલ્લા કેટલાક સમયથી અહીં છુપાયેલો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિજય દાસની તબીબી તપાસ બાદ તેને રજા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે કહ્યું છે કે આરોપી પોતાની ઓળખ છુપાવવા અને ધરપકડથી બચવા માટે વારંવાર પોતાનું નામ બદલી રહ્યો હતો. આરોપી વિજય દાસ 33 વર્ષનો છે અને થાણેમાં એક હોટલ કમ બારમાં વેઈટર તરીકે કામ કરતો હતો.
પોલીસે વિજય દાસનું લોકેશન ટ્રેસ કર્યું. તે થાણે નજીક એક નિર્જન રસ્તા પર ઝાડ પાછળ છુપાઈ રહ્યો હતો. આરોપીને તેના મોબાઇલ લોકેશન ટ્રેક કરીને પકડવામાં આવ્યો અને તેને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યુ કે, વિજય દાસ થોડા મહિના પહેલા બેરોજગાર થઈ ગયો હતો અને આવી સ્થિતિમાં તેણે સૈફ અલી ખાનને નિશાન બનાવીને મોટી કમાણી કરવાની યોજના બનાવી હશે. વિજય દાસ મુંબઈના વરલી કોલીવાડામાં કેટલાક મિત્રો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.
મુંબઈ પોલીસે જણાવ્યુ કે, સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે અને તેની ઉંમર 30 વર્ષ છે. આરોપી લૂંટના ઇરાદાથી અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કસ્ટડી માંગવામાં આવશે. શંકા છે કે તે બાંગ્લાદેશી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિજય દાસ મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાનો રહેવાસી છે. ધરપકડ પહેલા આરોપીએ પોતાનું નામ મોહમ્મદ ઉર્ફે બીજે જણાવ્યું હતું પરંતુ બાદમાં તેણે પોતાનું સાચું નામ વિજય દાસ હોવાનું જાહેર કર્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા વિજય દાસ થાણેની એક હોટલમાં રોકી બારમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો પરંતુ બેરોજગારીને કારણે તેણે આ પગલું ભર્યુ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
