Pathaan Besharam Rang Song: ભગવાનુ અપમાન કરનારાનુ મોઢુ તોડીને હાથમાં આપી દઈશુ
સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલથી પઠાન ફિલ્મ સામે વિરોધ કરીને મોટુ નિવેદન આપ્યુ છે.
Sadhvi Pragya on Pathaan Besharam Rang Song: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનમાં બેશરમ રંગ ગીતને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. ભોપાલથી ભાજપ સાંસગ સાધ્વી પ્રજ્ઞાએ પઠાન સામે વિરોધ કરીને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, 'ભગવાનુ અપમાન કરનારાનુ મોઢુ તોડીને હાથમાં આપી દઈશુ. જેણે ભગવાનુ અપમાન કર્યુ, તેને ભાજપે અને અમારી જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે.'

સાધ્વી પ્રજ્ઞાએ પઠાન ફિલ્મનો ખુલીને વિરોધ કર્યો અને કહ્યુ કે, 'લોકોને વાણી સ્વાતંત્ર્ય નથી, જ્યારથી મોદીજીનુ શાસન આવ્યુ છે, હિંદુઓ પોતાની જાતને જાગૃત અવસ્થામાં કમસે કમ થોડા જીવિત અવસ્થામાં માનવા લાગ્યા છે પરંતુ તેમ છતાં તેમનામાં બદલો લેવાની હિંમત નથી. પણ હું ભારપૂર્વક કહુ છુ કે, ભારતીય જનતા પાર્ટી અને આપણી જનતાએ ભગવાનુ અપમાન કરનારને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે જો કોઈ ભગવાનુ અપમાન કરશે તો તેને જડબાતોડ જવાબ આપવાને બદલે મોઢુ તોડીને હાથમાં રાખવાની હિંમત રાખીએ છીએ. આ હિંમત એટલા માટે રાખીએ છીએ કારણ કે સનાતની જીવંત છે. અમે સન્યાસીઓ પણ આ માટે ક્યારેય પીછેહઠ નહિ કરીએ, ભગવો આપણા દેશની આન-બાન-શાન છે. આપણા ધ્વજમાં પણ કેસરી રંગ છે કારણ કે તે બલિદાન અને ત્યાગનુ પ્રતીક છે.'
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ કે, 'જો આપણા દેશ, આપણા સંન્યાસીઓ, આપણા ભગવા, આપણી સંસ્કૃતિનુ અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કોઈને બક્ષવામાં આવશે નહિ. હું ચોક્કસપણ કહુ છુ કે અમે તેને ક્યારેય નહિ છોડીએ, જે રીતે પણ થઈ શકે કાયદાનો સહારો લઈશ, નૈતિક રીતે તેને ઠપકો આપીશ અને જો જરુર પડી તો એક આંદોલન કરીને આવા લોકોને જવાબ આપવાનુ જાણીએ છીએ. હિન્દુઓ હવે પાછળ નથી કારણ કે હિન્દુઓએ ઘણુ અપમાન સહન કર્યુ છે, ભગવાનુ ઘણુ અપમાન કરી લીધુ. હું એક જીવંત ઉદાહરણ છુ. મોદીજીના શાસનમાં ભગવાનુ, આપણી સંસ્કૃતિ, વેદ અને પુરાણનુ ક્યારેય અપમાન નહિ થાય.'
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ કે, 'જેણે પણ આ ફિલ્મ બનાવી છે, જે કોઈ પણ હીરો હોય, જે પણ હીરોઈન હોય, તેણે જે રીતે ભગવા રંગને બેશરમ ગણાવ્યો છે, હું તેમને ચેતવણી આપુ છુ, તેમણે આનો સામનો કરવો પડશે. હું જનતાને અપીલ કરુ છુ કે, તેમને પેટમાં લાત મારી દો, તેમના ધંધાનો નાશ કરો, તેમની કોઈ ફિલ્મ ક્યારેય ન જુઓ કારણ કે આવા લોકો ફિલ્મો બનાવીને અહીં ઉછરે છે, અહીં ખાય છે, અહીં સૂવે છે અને અહીંનુ જ અપમાન કરે છે, તેઓ સનાતનનુ અપમાન કરે છે. હવે આ લોકો નહિ બચી શકે, અમે આ લોકોને છોડીશુ નહિ, તેમની કોઈ ફિલ્મ ક્યારેય નહિ જોવાની. હું પઠાણ ફિલ્મની વાત કરી રહી છુ, હું હિંદુઓને અપીલ કરુ છુ કે એની કોઈ ફિલ્મ ના જુઓ, જો તમારામાં સાચા હિંદુનુ લોહી હોય તો તમે તેની ફિલ્મ નહિ જુઓ.'
તમને જણાવી દઈએ કે પઠાન ફિલ્મ સામે સાધુ-સંતોએ પણ વિરોધ શરુ કરી દીધો છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મમાં દીપિકાના ડાંસમાં ભગવા બિકિની પહેરીને હિંદુ ધર્મ અને સાધુ-સંતોનુ અપમાન કર્યુ છે. ઉજ્જૈનના સંત સમાગમ સંમેલનમાં પહોંચેલી સાધ્વી ઋતુંભરાએ કહ્યુ કે શાહરુખ અને દીપિકાએ મા ભગવતીના મંદિરમાં નાક રગડવુ જોઈએ. અમે સ્વાભિમાન અને નૈતિક મૂલ્યો પર આઘાત સહન નહિ કરીએ. ભગવા રંગ કોઈ બેશરમ રંગ નથી. સાધ્વી ઋતુંભરાએ ફિલ્મના કથિત અશ્લીલ દ્રશ્યોમાં ભગવા રંગના વસ્ત્રોના ઉપયોગના અયોગ્ય ગણાવ્યા. પઠાન ફિલ્મનો વિરોધ કરવાની તેમણે વાત કહી અને કહ્યુ કે આપણે આપણા સ્વાભિમાનની રક્ષા જાતે જ કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને કોલકત્તામાં ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન કહ્યુ હતુ કે, 'દુનિયા કંઈ પણ કરી લે, અમારા જેવા લોકો જીવતા રહેશે. સિનેમા માનવતાની કરુણા, એકતા અને ભાઈચારાની અપાર ક્ષમતાને સામે લાવે છે. દુનિયા કંઈ પણ કરી લે, હું અને તમે લોકો અનેજેટલા પણ પૉઝિટિવ લોકો છે જીવતા રહીશુ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
