રતન ટાટાના દેહાંતથી દુઃખી છું, ભાવુક થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારતના મોભી, પ્રતિષ્ઠિત અને દયાળુ આત્મા લોકપ્રિય ઉદ્યોગપતિ રતન ટાટા દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા છે. બુધવારે રાતે 86 વર્ષની ઉંમરમાં ટાટા સમૂહના પિતામહે મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

રતન ટાટાના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને આજે મુંબઈના નેશનલ સેંટર ફૉર પરફોર્મિંગ આર્ટ્સ હૉલમાં રાખવામાં આવશે, જ્યાં સવારે 10 વાગ્યેથી બપોરે 3:30 વાગ્યા સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરશે.
રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન થઇ ગયો છે, મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે આજે એક દિવસના રાજકીય શોકનું એલાન કર્યું છે. સૌશિયલ મીડિયા પર સામાન્યમાં સામાન્યથી માંડી ખાસ વ્યક્તિઓ સુધી તમામે તેમને શ્રદ્ધાંજલિ અર્જિત કરી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું, 'શ્રીરતન ટાટા જી એક દૂરદર્શી કારોબારી નેતા, એક દયાળુ આત્મા અને એક અસાધારણ વ્યક્તિ હતા.'
તેમનું યોગદાન બોર્ડરૂમથી ક્યાંય આગળ ગયું- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 'તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને બહેતર બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાની ઓળખ બનાવી.'
રતન ટાટા સાથેની એક તસવીર પણ શેર કરી
તેની સાથે જ પીએમ મોદીએ પોતાની અને રતન ટાટાની એક તસવીર પણ શેર કરી છે. નરેન્દ્ર મોદીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં કહ્યું, "શ્રી રતન ટાટાજી સાથે મારી વાતચીતની અગણિત યાદો છે. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મારા કાર્યકાળ દરમિયાન અમે હંમેશા મળતા હતા અને કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા, અને મને હંમેશા તેમની અંતર્દષ્ટિ અવિશ્વસનીય રૂપે સમૃદ્ધ કરવા વાળી લાગતી હતી. દિલ્હી આવ્યા પછી પણ અમારી વાતચીત ચાલુ રહી હતી. તેમના નિધનથી હું બહુ દુઃખી છું, મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ ઓમ."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
