કેરળમાં ભારે વરસાદ, એક દિવસ માટે બંધ કરવામાં આવ્યુ સબરીમાલા મંદિર
કેરળમાં ભારે વરસાદના કારણે સબરીમાલા મંદિરના કપાટ શનિવારે બંધ કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
તિરુવનંતપુરમઃ દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુ રાજ્ય હજુ પણ કમોસમી વરસાદની માર સહન કરી રહ્યા છે. આ બંને રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. આની અસર સામાન્ય જનજીવન પર ખૂબ પડી રહી છે. આ દરમિયાન કેરળમાં ભારે વરસાદના કારણે સબરીમાલા મંદિરના કપાટ શનિવારે બંધ કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે. પઠાનમથિટ્ટા જિલ્લા પ્રશાસને શુક્રવારે આ આદેશ જાહેર કર્યો કે શનિવારે ભગવાન અયપ્પાની તીર્થયાત્રાને સ્થગિત કરવામાં આવી રહી છે.

નદીઓમાં જળ સ્તર વધવાના કારણે જિલ્લા પ્રશાસને લીધો નિર્ણય
માહિતી મુજબ જિલ્લા પ્રશાસને આ નિર્ણય પંબા સ્થિત ઘણી નદીઓના વધતા જળ સ્તર અને જિલ્લામાં થઈ રહેલ ભારે વરસાદના કારણે લીધો છે. પઠાનમથિટ્ટા જિલ્લા પ્રશાસને કહ્યુ છે કે પંબા નદી હાલમાં ઉફાન પર છે. નદીનુ જળ સ્તર ખૂબ વધી ગયુ છે માટે સ્થિતિને જોતા અયપ્પા તીર્થયાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંબા બંધની આસપાસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
કેરળના અન્ય જિલ્લાઓમાં પણ સ્થિતિ ખરાબ
ભારે વરસાદના કારણે કેરળના અન્ય જિલ્લાઓમાં પણ સ્થિતિ કંઈ સારી નથી. પઠાનમથિટ્ટા પ્રશાસને કહ્યુ કે ક્કકી-અનાથોડ જળાશય માટે પણ રેડ એલર્ટની સ્થિતિ જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દિવ્ય એસ અય્યર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે તીર્થયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ જાહેર કરવામાં આવે છે કે કાલે(20 નવેમ્બર, 2021)ના રોજ પંબા અને સબરીમાલાની તીર્થયાત્રા પ્રતિબંધિત રહેશે.
સ્લૉટ બુક કરાવનાર યાત્રીઓને જલ્દી દર્શનનો મોકો મળશે
જિલ્લા કલેક્ટરે આગળ કહ્યુ કે વર્ચ્યુઅલ ક્યુ આ સિસ્ટમના માધ્મથી સ્લૉટ બુક કરાવનાર તીર્થયાત્રીઓ હવામાન અનુકૂળ થવા પર નજીકના સંભવિત સ્લૉટમાં દર્શનનો મોકો આપવામાં આવશે. ખરાબ હવામાન અને કોવિડની સ્થિતિ વચ્ચે પણ સેંકડો ભક્તો અયપ્પા મંદિરમાં પૂજા કરવા માટે પહાડ ચડી રહ્યા છે કારણકે 2 મહિનાની વાર્ષિક મંડલમ-મકરવિલક્કુ તીર્થયાત્રા સિઝન 16 નવેમ્બરથી શરૂ થઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
