વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ, મહિલાઓ હજુ સુધી નથી કરી શકી દર્શન
વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ
તિરુવનંતપુરમઃ મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલ વિવાદની વચ્ચે કેરળના સરીમાલા મંદિરના ગેટ સોમવારે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિરની માસિક પાંચ દિવસીય પૂજા રવિવારે ખતમ થઈ, જે બાદ સોમવારથી મંદિરના ગેટ બંધ થઈ ગયા. સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવવાના આદેશ બાદ મંદિરના દરવાજા પાંચ દિવસીય પૂજા માટે ગત અઠવાડિયે ખુલ્યા હતા. મંદિર ખુલ્યા બાદ કોઈપણ મહિલા હજુ સુધી મંદિરમાં દર્શન કરવા જઈ શકી નથી.

સબરીમાલા મંદિરના ગેટ સોમવારે દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા. મંદિરમાં પાંચ દિવસીય પૂજા ખતમ થયા બાદ આવું કરવામાં આવ્યું. બુધવારે કપાટ ખુલવા પર મહિલાઓના પ્રવેશ માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર વર્ષો જૂના પ્રતિબંધને હટાવતા 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેટલાય સંગઠનો અને લોકોએ આનો વિરોધ કરી રહ્યા છે. આદેશ બાદ બુધવારે જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા તો પ્રદર્શનકારીઓએ વર્ષો જૂના રિવાજનો હવાલો આપતા મહિલાઓને મંદિરમાં જવા ન દીધી. જે બાદ પાંચ દિવસ સુધી કેટલીય મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, પરંતુ તેમને પરત મોકલવામાં આવ્યાં. ત્યાં રિપોર્ટિંગ કરવા ગયેલ કેટલીય મહિલા પત્રકારોને પણ પ્રદર્શનકારીઓએ નિશાન બનાવી. શુક્રવારે કવિતા જક્કાલ અને એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પુજારીએ ગેટ ન ખોલ્યો જે બાદ તેઓ પોલીસ સુરક્ષામાં પરત ફરી ગયાં.
આ પણ વાંચો- 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
