સબરીમાલા મામલામાં પુનઃવિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સબરીમાલા મામલામાં પુનઃવિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓએ એન્ટ્રીના સુપ્રીમ કોર્ટના ફેસલાના લગભગ ચાર મહિના બાદ આ મામલામાં પુનઃવિચાર અરજી પર આજે સુનાવણી થશે. સબરીમાલા મામલા પહેલા 22 જાન્યુઆરી માટે નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ બેંકની એક જજ જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા મેડિકલ લીવ પર હતી, જે કારણોસર આ મામલાની સુનાવણી ટાળી દેવામાં આવી હતી. દરેક ઉંમરની મહિલાઓને સબરીમાલામાં એન્ટ્રીના સુપ્રીમ કોર્ટના ફેસલાનો કેરળમાં આજે ભારે વિરોધ થયો હતો. સીજેઆઈ રંજન ગગોઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચ આજે આ મામલામાં દાખલ રિવ્યૂ અને અન્ય અરજીઓ પર સુનાવણી કરશે.

સમીક્ષા અરજી દાખલ
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્વેશને લઈ 28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ કેટલીય સમીક્ષા અરજી દાખલ કરવામાં આી હતી. સુપ્રીમ કોર્ટે 9 ઓક્ટોબરે આ અરજીઓ પર તત્કાળ સુનાવણીથી ના પાડી દીધી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ મંદિરમાં દાખલ થવાની મહિલાની કોશિશ નાકામ રહી હતી અને તેને લઈ કેરળમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

બે મહિલાઓનો પ્રવેશ
બિંદૂ અને કનકદુર્ગા નામની બે મહિલાઓ જાન્યુઆરીમાં મંદિરમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. પરંતુ તે બાદ મંદિરને શુદ્ધિકરણ કરવા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે બંને મહિલાઓમાંથી એક પર તેની સાસુએ હુમલો કર્યો હતો અને તેને ઘરથી બહાર કાઢી મૂકી હતી.

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ઐતિહાસિક ફેસલો
સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર વર્ષો જૂનો પ્રતિબંધ હટાવતા 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી દીધી હતી. મનાઈને લૈંગિક ભેદભાવ જણાવતા કોર્ટે તમામ મહિલાઓના પ્વેશની અનુમતિ આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેટલાય સંગઠનો અને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
