કોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે? વિસ્તૃત પરિચય મેળવો
કોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે? વિસ્તૃત પરિચય મેળવો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધિશની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારના ભલામણ કરી છે કે આગામી સીજેઆઈ શરદ અરવિંદ બોબડેને બનાવવામાં આવે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે.

કોણ છે શરદ અરવિંદ બોબડે?
શરદ અરવિંદ બોબડે મૂળ રૂપે મહારાષ્ટ્રના રહેવાસી છે. તેમનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ નાગપુરમાં થયો હતો. તેમનો પરિવાર પણ વકાલત સાથે જોડાયેલો રહ્યો છે. બોબડેના પિતા અરવિંદ શ્રીનિવાસ બોબડે મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ રહી ચૂક્યા છે. શરદ અરવિંદ બોબડેએ નાગપુર વિશ્વવિદ્યાલયથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ જજ છે.
બોબડે 29 માર્ચ 2000ના રોજ અપર ન્યાયાધીશ તરીકે બોબડે હાઈકોર્ટની ખંડપીઠનો ભાગ બન્યા હતા. 16 ઓક્ટોબર 2012માં તેઓ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. 12 એપ્રિલ 2013ના રોજ તેમની દેશના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદોન્નતી કરવામાં આવી હતી. આ પદ પર તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થઈ જશે.
પરંપરા મુજબ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જ આગામી સીજેઆઈના નામની ભલામણ કરે છે. સીજેઆઈ રંજન ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બર 2019ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખી નવા ચીફ જસ્ટિસ માટે ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેનું નામ પ્રસ્તાવિત કર્યું છે.
રંજન ગંગોઈએ ભારતના 46મા સીજેઆઈ તરીકે 3 ઓક્ટોબર 2018ના રોજ શપથ લીધા હતા. જણાવી દઈએ કે સીજેઆઈ ગોગોઈ અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા છે. મામલાની સુનાવણી પૂરી થઈ ગઈ છે અને 7 નવેમ્બર સુધી ફેસલો આવે તેવી અપેક્ષા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
