સરદાર પટેલ મુદ્દે મનીષ તિવારી પર સંઘનો વળતો પ્રહાર
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદન કે કાશ... સરદાર સાહેબ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો દેશની તસવીર આજે જુદી હોત પર કોંગ્રેસના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ વળતો જવાબ આપતા એમ જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પટેલેને આપેલા વચનનું પાલન કર્યું હોત તો વર્ષ 2013માં ભાજપના પીએમ પદના ઉમેદવાર કોઇ બીજા નેતા હોત. આ મુદ્દે આરએસએસના નેતાઓ ઉકળી ઉઠ્યા છે. આ વિવાદમાં તિવારી પર વળતો પ્રહાર કરતા સંઘે જણાવ્યું છે કે સરદાર પટેલે જવાહરલાલ નહેરુના દબાણમાં આવીને સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર બાદ 11 મહિના પછી તેમણે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
નોંધનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે બંને પાર્ટીઓ ઇતિહાસમાંથી મુદ્દાઓ ઉખાડીને એકબીજાને નીચા જોવડાવા માટેનો પ્રયત્ન કરી રહી છે.

વર્તમાન સમયમાં લોહપુરુષનું બિરુદ પામેલા અને ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનારા સરદાર વલ્લભભાઇ પટેલ પર પોતાના હકને દર્શાવવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ વિવાદ અમદાવાદમાં 29 ઓક્ટોબરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયના ઉદઘાટન સમયે પણ ઉભો થયો હતો.
આ વિવાદના જવાબમાં તિવારીને જડબાતોડ જવાબ આપતા સંઘના નેતા રામ માધવે જણાવ્યું છે કે સ્વયં સરદાર વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યામાં સંઘની વિરુદ્ધ કોઇ પુરાવો નથી. પટેલે નહેરુના દબાણમાં આવીને સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને 11 મહિનામાં જ તેનો પાછો ઉઠાવી લીધો હતો.
મહત્વની બાબત એ પણ છે કે સંઘે પહેલીવાર નિવેદન આપીને જણાવ્યું છે કે પટેલ કોઇ એક પાર્ટીની સંપત્તિ નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન મનમોહન સિંહે અમદાવાદમાં 29 ઓક્ટોબરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયના પોતાના ઉદઘાટન ભાષણમાં જણાવ્યું હતું કે મને ગર્વ છે કે હું એ પાર્ટીનો સભ્ય છું જેના સ્થાપક સભ્યો પૈકી એક સરદાર પટેલ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
