RSS પ્રમુખ મોહન ભાગવતને થયો કોરોના, થોડા દિવસ પહેલા કુંભમાં થયા હતા શામેલ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આરએસએસે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આ અંગેની માહિતી આપી છે. આરએસએસ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત કાલે બપોરે કોરોના પૉઝિટીવ થયા છે. તેમને કોરોનાના સામાન્ય લક્ષણ હતા અને તે નૉર્મલ તપાસ તેમજ સાવચેતી માટે નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં ભરતી થયાછે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ભાગવતને કોરોના વૉર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. વળી, હોસ્પિટલના સૂત્રોએ એ પણ કહ્યુ છે કે ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

મોહન ભાગવતની ઉંમર 70 વર્ષની છે અને માટે તેમણે વધુ સાવચેતીની જરૂર છે. માહિતી મુજબ મોહન ભાગવત થોડા દિવસ પહેલા કુંભ મેળામાં શામેલ થયા હતા. મોહન ભાગવતે ગયા સોમવારે હરની પેડી પહોંચીને ગંગાની પૂજા અર્ચના કરીને રાષ્ટ્રની ઉન્નતિ, સમૃદ્ધિ, વિશ્વમાં શાંતિ, કોવિડની સમાપ્તિ તેમજ મહાકુંભ મેળાની સકુશળ સંપન્ન થવાની પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે કોરોનાથી મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર છે.
અહીં નાગપુર, મુંબઈ, પૂણે અને નાસિક કોરોના સેન્ટર બની ગયા છે. નાગપુરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6489 નવા કેસ સામે આવ્યા જ્યારે 64 દર્દીઓના મોત થઈ ગયા. જો કે આ દરમિયાન 2175 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા. વળી, મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 58,993 નવા કેસ સામે આવ્યા અને ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 32,88,540 થઈ ગઈ. આરોગ્ય વિભાગે જણાવ્યુ કે આ સાથે જ મહામારીથી 301 વધુ દર્દીઓના મોત થઈ ગયા. વળી, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 30 હજારથી વધુ કોરોના દર્દીઓ મળ્યા છે.
RSS Sarsanghchalak Dr. Mohanji Bhagwat today tested Corona positive. He has normal symptoms and admitted to Kigsway hospital Nagpur.
— RSS (@RSSorg) April 9, 2021
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
