એક વિચારધારા અને વ્યક્તિ દેશને બનાવી કે બગાડી નથી શકતીઃ RSS પ્રમુખ મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે નાગપુરમાં કહ્યુ કે એક વિચારધારા કે એક વ્યક્તિ કોઈ દેશને બનાવી કે બગાડી નથી શકતી..
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દુનિયાના 'સારા દેશો'માં વિચારોની ભીડ હોય છે. એક વિચારધારા કે એક વ્યક્તિ કોઈ દેશને બનાવી કે બગાડી નથી શકતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં રાજરત્ન પુરસ્કાર સમિતિ તરફથી આયોજિત પુરસ્કાર સમારંભમાં આ મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે, 'એક વ્યક્તિ, એક વિચાર, એક સમૂહ, એક વિચારધારા કોઈ દેશને બનાવી કે બગાડી નથી શકતી.'

સંઘ પ્રમુખ મોહન ભાગવતે આગળ કહ્યુ કે, દુનિયાના સારા દેશો પાસે દરેક પ્રકારના વિચાર હોય છે. તેમની પાસે બધા પ્રકારની વ્યવસ્થાઓ પણ હોય છે અને તે આ જ વ્યવસ્થાઓ સાથે આગળ વધી રહ્યા છે. નાગપુરના પૂર્વ શાહી પરિવાર વિશે આરએસએસના વડાએ કહ્યુ કે ભોંસલે પરિવાર સંઘના સંસ્થાપક કેબી હેડગેવારના સમયથી આરએસએસ સાથે જોડાયેલો છે. ભાગવતે જણાવ્યુ કે છત્રપતિ શિવાજી મહારાજે 'સ્વરાજ્ય' (સાર્વભૌમ રાજ્ય)ની સ્થાપના કરી અને દક્ષિણ ભારત તેમના સમય દરમિયાન જુલમથી મુક્ત થયુ, જ્યારે પૂર્વ અને ઉત્તર ભારત નાગપુર ભોંસલે પરિવારના શાસન દરમિયાન શોષણમાંથી મુક્ત થયુ. મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે રાજાનો અર્થ સેવક થાય છે, શાસક નહિ. હવે જમાનો પ્રજાતંત્રનો છે એટલે હવે રાજા નથી રહ્યા. તેમણે દાવો કર્યો કે શિવાજી મહારાજે પ્રજાના અધિકારોનુ રક્ષણ કર્યુ.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે બિહારમાં કહ્યુ હતુ કે ભારતને 'વિશ્વ ગુરુ' બનાવવા માટે દેશના તમામ લોકોએ સાથે મળીને કામ કરવુ પડશે. આપણે સૌ પ્રથમ આપણા સંતોના ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકવા જોઈએ. સંતોના પ્રાચીન ઉપદેશોને પહેલા ઘરમાં અનુસરવા જોઈએ અને પછી બહાર તેનો પ્રચાર કરવો જોઈએ. આપણા સંતોના ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં સૌથી પહેલા અમલમાં મૂકવા જોઈએ. આ પ્રાથમિકતા હોવી જોઈએ. લોકોએ પોતાનો અહંકાર વધવા ન દેવો જોઈએ અને ભૌતિકવાદથી દૂર રહેવુ જોઈએ. વ્યક્તિએ હંમેશા સત્યને વળગી રહેવુ જોઈએ. વિશ્વ એક ભ્રમ છે, માત્ર બ્રહ્મ જ સત્ય છે.' મોહન ભાગવતે લોકોને હંમેશા સત્ય બોલવાની સલાહ આપી. તમને જણાવી દઈએ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત 16 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પ્રવાસ પર બરેલી જઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
