RSS પ્રમુખ મોહન ભાગવતની મસ્જિદ યાત્રા પર કોંગ્રેસે કર્યો કટાક્ષ, 'ભારત જોડો યાત્રા'માં શામેલ થવાની આપી સલાહ
આરએસએસના વડા મોહન ભાગવતે અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.
નવી દિલ્લીઃ આરએસએસના વડા મોહન ભાગવતે ગુરુવારે દિલ્લીમાં અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. ચીફ ઈમામ અને મોહન ભાગવતની આ મુલાકાત પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે તમે લોકો પણ હાથમાં ત્રિરંગો લઈને ભારત જોડો યાત્રામાં સામેલ થઈ જાવ. કોંગ્રેસે કહ્યુ કે આ બેઠક પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રાની પ્રતિક્રિયા હતી. કોંગ્રેસે કહ્યુ કે જો આ 15 દિવસ તેમના પર આટલા પ્રભાવશાળી રહ્યા હોય તો તેમણે હાથમાં ત્રિરંગો લઈને ભારત જોડો યાત્રામાં સામેલ થવુ જોઈએ.

કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વીટ કર્યુ કે, 'ભારત જોડો યાત્રાને 15 દિવસ જ થયા છે અને ભાજપના પ્રવક્તાએ ગોડસે મુર્દાબાદ બોલવાનુ શરૂ કરી દીધુ છે. મંત્રી મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી નફરતથી ચિંતિત થવા લાગ્યા અને મોહન ભાગવત ઈમામો સુધી પહોંચ્યા છે. તમે આગળ-આગળ જુઓ શું થાય છે.'
ગૌરવ બલ્લભે કહ્યુ- અમે મોહન ભાગવતજીને વિનંતી કરીએ છીએ...
કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ બલ્લભે મોહન ભાગવતને ભારત જોડો યાત્રા માટે આમંત્રણ આપતા કહ્યું કે રાહુલ ગાંધીની જેમ તેમણે પણ હાથમાં રાષ્ટ્રધ્વજ લેવો જોઈએ. ગૌરવ બલ્લભે કહ્યુ, 'અમે મોહન ભાગવતજીને વિનંતી કરીએ છીએ કે થોડા દિવસોની યાત્રાએ તેમના પર આટલી અસર કરી હોય તો તેઓ એક કલાકની ભારત જોડો યાત્રામાં જોડાય અને રાહુલ ગાંધીજી સાથે ત્રિરંગો લઈને ચાલે અને ભારત માતાની જયના નારા લગાવે. સાથે જ ભારતને એકજૂટ કરે.
પહેલી વાર ભાગવત મદરસામાં ગયા
ગુરુવારે(22 સપ્ટેમ્બર) મોહન ભાગવત કસ્તુરબા ગાંધી માર્ગ પર એક મસ્જિદમાં ગયા અને પછી આઝાદપુરમાં મદરસા તાજવીદુલ કુરાનની મુલાકાત લીધી. મોહન ભાગવત પહેલીવાર મદરસામાં ગયા હતા. સંઘના એક અધિકારીએ જણાવ્યુ કે મદરસાની મુલાકાત દરમિયાન તેમણે કુરાનનો અભ્યાસ કરતા બાળકો સાથે વાતચીત કરી અને 'વંદે માતરમ' અને 'જય હિંદ'ના નારા લગાવ્યા. વાતચીત દરમિયાન તેમણે તેમને સમજાવ્યું કે તમામ ધર્મોનુ સન્માન કરવુ જોઈએ.












Click it and Unblock the Notifications
