લગ્ન પહેલા લિવ ઈનમાં હતા રોહિત-અપૂર્વા, 18 દિવસ બાદ જ અલગ રૂમમાં સૂવા લાગ્યા બંને
લગ્ન પહેલા લિવ ઈન રિલેશનમાં રહેવા છતાં લગ્નના માત્ર 18 દિવસ બાદ રોહિત અને અપૂર્વા અલગ અલગ રૂમમાં સૂવા લાગ્યા હતા.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના આરોપમાં પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ થઈ ચૂકી છે. તેમણે પોલિસ સામે ગુનો કબૂલી લીધો છે. પતિ-પતિની વચ્ચે વિવાદ હત્યા સુધી પહોંચી જશે આ કદાચ કોઈએ વિચાર્યુ પણ નહિ હોય. સંબંધોની કડવાશનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે લગ્ન પહેલા લિવ ઈન રિલેશનમાં રહેવા છતાં લગ્નના માત્ર 18 દિવસ બાદ રોહિત અને અપૂર્વા અલગ અલગ રૂમમાં સૂવા લાગ્યા હતા. આવો વિસ્તારથી જણાવીએ પ્રેમ, લિવ ઈન રિલેશન, લગ્ન અને પછી કડવાશની આખી કહાની.

મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા મળ્યા, રોહિતનો પરિવાર અને પ્રોપર્ટી જોઈ દિલ દઈ બેઠી અપૂર્વા
2017માં એક મેટ્રીમોનિયલ સાઈટ દ્વારા 35 વર્ષીય અપૂર્વાની મુલાકાત રોહિત શેખર તિવારી સાથે લખનઉમાં થઈ હતી. બંને એકબીજાને મળ્યા. અપૂર્વા રોહિતના પરિવાર તેમજ તેની પ્રોપર્ટીને જોઈને તેને દિલ દઈ બેઠી. બંને ઘણીવાર એકબીજાને મળવા લાગ્યા. ત્યાં સુધી કે બંને એકબીજા સાથે લિવ-ઈન રિલેશનમાં પણ રહ્યા પરંતુ થોડા દિવસ સાથે રહ્યા બાદ બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ. બંનેએ લગ્નનો પણ ઈનકાર કરી દીધો.

માર્ચ 2018માં અચાનક રોહિતે કહી અપૂર્વા સાથે લગ્નની વાત
થોડા દિવસો સુધી બંને વચ્ચે ખટાશ રહી પછી અચાનક માર્ચ 2018માં રોહિતે પોતાની માતા ઉજ્વલાને કહ્યુ કે તે અપૂર્વા સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને બંને આના માટે રાજી પણ છે. તમને જણાવી દઈએ કે જે સમયે રોહિત અને અપૂર્વાના લગ્ન થયા તે વખતે એન ડી તિવારી મેક્સ હોસ્પિટલમાં ભરતી હતા. પરંતુ બીજા દિવસે જ બંનેના સંબંધો વચ્ચેની ખટાશ સામે આવી ગઈ.

અપૂર્વાને રોહિતની આદતો વિશે ખબર પડી તો થવા લાગ્યા ઝઘડા, અલગ અલગ સૂવા લાગ્યા
અપૂર્વાને રોહિતની ઘરમાં હેસિયત અને પ્રોપર્ટી તેમજ આદતોની માહિતી મળી તો બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. ઝઘડો એટલો વધી ગયો કે લગ્નના 18માં દિવસે અપૂર્વા પોતાના પતિને છોડીને પિયર ઈન્દોર જતી રહી. ત્યારબાદ તેણે મોટાભાગનો સમય પિયરમાં વીતાવ્યો. પરિજનોના સમજાવવા પર તે ઘરે પાછી તો આવી ગઈ પરંતુ રોહિતના રૂમથી અલગ બીજા રૂમમાં સૂવા લાગી.

જાણો અપૂર્વા વિશે બધુ
ઈન્દોરની રહેવાસી 34 વર્ષની અપૂર્વા વ્યવસાયે વકીલ છે. અપૂર્વાએ સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પણ ઈન્દોરથી જ કર્યો છે. વર્ષ 2015થી ઈન્દોર હાઈકોર્ટમાં પ્રેકટીસ શરૂ કરી. 2016માં તે પ્રેકટીસ માટે સુપ્રીમ કોર્ટ જતી રહી. લગ્ન બાદ અપૂર્વાનું ઈન્દોર જવા-આવવાનું પણ રહેતુ હતુ. છેલ્લા છ મહિનાથી તે ઈન્દોર હાઈકોર્ટમાં પણ પ્રેકટીસ કરી રહી છે. અપૂર્વાના પિતા પી કે શુક્લા ઈન્દોર હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
