ISROએ લોંચ કર્યું GSLV માર્ક-3, હવે માણસને અંતરિક્ષમાં મોકલવો બનશે સરળ
શ્રીહરિકોટા, 18 ડિસેમ્બર: ભારતે અત્યાર સુધી પોતાના સૌથી ભારે તથા નવીનતમ પેઢીના રોકેટ જીએસએલવી-માર્ક3નું ગુરૂવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ રોકેટ પોતાની સાથે પ્રાયોગિક ક્રૂ મૉડ્યૂલ પણ લઇને ગયો છે, જે માનવરહિત છે. ભૂ-સ્થૈતિક ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-માર્ક (જીએસએલવી-માર્ક3)નું પરિક્ષણ ગુરૂવારે સવારે 9.30 વાગે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેંદ્રથી કરવામાં આવ્યું. 630 ટન વજન અને 43.43 મીટર લાંબા આ અંતરિક્ષ યાને લોચિંગની થોડી સેંકડોમાં પોતાના બીજા લોંચ પેડથી અલગ કરી લીધું અને આકાશમાં ઉડાણ ભરી.
આ ખૂબ ઝડપથી નીચે ઉતર્યું અને પછી ઇન્દિરા પોઇંટથી લગભગ 180 કિલોમીટરના અંતર પર બંગાળની ખાડીમાં ઉતારવામાં આવ્યું. ઇન્દિરા પોઇંટ અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહનું દક્ષિણતમ બિંદુ છે. એલવીએમ3-એક્સની આ ઉડાણ હેઠળ તેમાં સક્રિય એસ 200 અને એલ 110ના વિસ્ફોટક તબક્કા છે. આ ઉપરાંત એક પ્રતિરૂપી એજીંનની સાથે એક નિષ્ક્રિય સી25 તબક્કો છે, જેમાં સીએઆરઇ (ક્રૂ મોડ્યૂલ એટમૉસ્ફેરિક રી-એંટ્રી એક્સપેરીમેંટ) તેના પેલોડના રૂપમાં સાથે ગયો છે.

ત્રણ ટનથી વધુ વજન અને 2.7 મીટર લંબાઇવાળા કપ-કેકના આકારના આ ચાલક દળ મૉડ્યૂલને આગરા સ્થિત ડીઆઇડીઓની પ્રયોગશઍળા એરિયલ ડિલીવરી રિસર્ચ એંડ ડેવલોપમેંટ એસ્ટેબલિશમેંટમાં ખાસકરીને તૈયાર કરવામાં આવેલા પેરાશૂટની મદદથી સમુદ્રમાં ઉતારવાનું હતું. 3.1 મીટરના વ્યાસવાળા આ ચાલક દળ મોડ્યૂલના આંતરિક પડ પર એલ્યૂમીનિયમની મિશ્ર ધાતુ લાગેલી છે અને તેમાં વિભિન્ન પેનલ તથા તાપમાનના લીધે થનાર ધોવાણથી સુરક્ષા પુરી પાડનાર યંત્ર છે.
આ પરીક્ષણ હેઠળ દેશમાં બનેલા અત્યાર સુધીના સૌથી મોટા પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો. 31 મીટરના વ્યાસવાળા આ મુખ્ય પેરાશૂટની મદદથી ચાલકદળ મોડ્યૂલે પાણીની સપાટીને સાત મીટર પ્રતિ સેંકડની ઝડપે સ્પર્શ કરી. સફળ પ્રાયોગિક પરીક્ષણના થોડા સમય બાદ ઇસરોના અધ્યક્ષ કે.રાધાકૃષ્ણને આનંદિત સ્વરમાં કહ્યું, 'ચાર ટન વજનની શ્રેણી હેઠળ આવનાર સંચાર ઉપગ્રહને કક્ષામાં સ્થાપિત કરવામાં સમર્થ, આધુનિક લોચિંગ વાહનના વિકાસનું કારણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના ઇતિહાસમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
