રૉબર્ટ વાડ્રાની તબિયત ખરાબ, નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં ભરતી, પહોંચી પ્રિયંકા
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની તબિયત ખરાબ થઈ ગઈ છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રૉબર્ટ વાડ્રાની પીઠ અને પગમાં પીડા હતી જેના કારણે તેમને સોમવારે નોઈડાના સેક્ટર 11 સ્થિત મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ડૉક્ટરોએ તેમને પરામર્થ આપ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરી લેવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. સોમવારે સાંજે લગભગ 7.30 વાગે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પોતાના પતિ વાડ્રાને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

જો કે પ્રિયંકા ગાંધી થોડી વાર બાદ મુલાકાત કર્યા બાદ પાછા જતા રહ્યા હતા પરંતુ ફરીથી તે પાછા આવી ગયા હતા. મેટ્રો હોસ્પિટલમાં વરિષ્ઠ ઑર્થોપેડિક સર્જન વાડ્રાનો ઈલાજ કરી રહ્યા છે. વાડ્રાના કારણે આખી હોસ્પિટલની સુરક્ષા એસપીજીની ટીમ કરી રહી છે અને હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ચૂંટણીના દિવસે જ વાડ્રા હોસ્પિટલમાં ભરતી થયા છે. મતદાન બાદ તમામ એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા તે બાદ કોંગ્રેસની સ્થિતિ ઠીક નથી જોવા મળી રહી. એક્ઝિટ પોલ અનુસાર એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં કમબેક કરવા જઈ રહી છે.
Noida: Congress leader Priyanka Gandhi Vadra leaves from Metro Multispeciality Hospital where her husband Robert Vadra is admitted due to an orthopedic ailment. pic.twitter.com/rGNXcDP6XG
— ANI UP (@ANINewsUP) 22 October 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
