લાલૂના ભાઇ રામકૃપાલ યાદવે પાર્ટીના તમામ પદો પરથી આપ્યું રાજીનામું
નવી દિલ્હી, 8 માર્ચ: રાષ્ટ્રીય જનતા દળના નેતા અને રાજ્યસભા સાંસદ રામકૃપાળ યાદવે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દિધું છે. રામકૃપાલ યાદવ રાજ્યસભાના સાંસદ યથાવત રહેશે અને હજી સુધી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું નથી. રામકૃપાલ યાદવે આ જાહેરાત આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના તે નિવેદનની પૃષ્ટિભૂમિમાં કર્યું છે જેમાં પુત્રી મીસાના પ્રસ્તાવ પર તેમણે કહ્યું હતું કે ચાલુ રેસમાં ઘોડો બદલી ના શકાય.
જો કે રામકૃપાલ યાદવ બિહારના પાટલિપુત્ર સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ આરજેડી પ્રમુખે બે દિવસ પહેલાં 25 સીટો માટે ઉમેદવારો જે યાદી જાહેર કરી હતી તેમાં રામકૃપાલ યાદવનું નામ ન હતું અને પાટલિપુત્ર સીટ પરથી પુત્રી મીસા ભારતીને ઉમેદવાર બનાવી હતી.

આરજેડી પ્રમુખના આ વ્યવહારથી દુખી થઇને રામકૃપાલ યાદવે પાર્ટી છોડવાના સંકેત આપી દિધા અને પછી મીસાએ પોતાના કાકાના ઘરે જઇને તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મીસાની મુલાકાત રામકૃપાલ યાદવ સાથે થઇ શકી નથી. મીસાનું કહેવું છે કે જો પાટલિપુત્ર સીટ છોડવાની કાકા માની જાય છે તો તેમણે તેમાં કોઇ વાંધો નથી. પરંતુ લાલૂએ મીસાના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.
રામકૃપાલ યાદવે કહ્યું હતું કે તે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યાં છે. મીસાએ આગ્રહને મે સ્વિકારી લીધો હતો પરંતુ લાલૂ પ્રસાદ યાદવે સ્પષ્ટપણે મનાઇ કરી દિધી. એટલા માટે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવ સિવાય મારી પાસે કોઇ વિકલ્પ ન હતો. આરજેડી સમાજ નહી, પરિવાર વિશે વિચારે છે. પાર્ટી રસ્તાથી ભટકી ગઇ છે. મારી સાથે ઇમોશનલ અત્યાર થયો છે. હું મારા કાર્યકર્તાઓ સાથે વાત કરી શ અને પછી કોઇ નિર્ણય લઇશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
