મનમોહનના મંત્રીમંડળમાં 12 જૂન સુધી ફેરબદલની સંભાવના

વડાપ્રધાન મનમોહન સિંહે શુક્રવારે સંકેત આપ્યા હતા કે મંત્રી પરિષદમાં પડેલી ખાલી જગ્યાઓને જોતાં ફેરબદલ થઇ શકે છે. જાપાન અને થાઇલેંડની યાત્રાથી પરત ફરતી વખતે મનમોહન સિંહે કહ્યું હતું કે કેટલીક જગ્યાઓ ખાલી પડી છે. તેને ભરવા અંગે વિચાર કરવામાં આવી શકે છે. વડાપ્રધાન મનમોહન સિંહને પૂછવામાં આવ્યું હતું કે પી કે બંસલ અને અશ્વિની કુમાર દ્વારા રાજીનામું આપી દિધા પછી ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે મંત્રીમંડળમાં ફેરબદલ અંગે વિચાર કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે લાંચકાંડ મુદ્દે ભાણીયા અને રેલવે બોર્ડના એક સભ્યની મિલીભગત હોવાનો પર્દાફાશ થયા બાદ બંસલે રેલવેમંત્રીના પદેથી રાજીનામું આપી દિધું હતું જ્યારે અશ્વિની કુમારે કોલસા બ્લોક ફાળવણી ગોટાળામાં સીબીઆઇ રિપોર્ટ જોયો હોવાના મુદ્દે વિવાદ થતાં રાજીનામું આપી દિધું હતું. રેલવે મંત્રાલતનો કાર્યભાર સડક અને રાજમાર્ગ મંત્રી સી પી જોશીને સોંપવામાં આવ્યો હતો જ્યારે વિધિ મંત્રાલયનો કાર્યભાર દૂરસંચાર મંત્રી કપિલ સિબ્બલને સોંપવામાં આવ્યો હતો.
દ્રમુક અને તૃણમૂલ કોંગ્રેસે એક વર્ષની અંદર યુપીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેતા કેટલાક પદો ખાલી થયા છે જેને ભરવા પડશે. આ વર્ષ 20 માર્ચને 20ના રોજ દ્રમુકના પાંચ મંત્રીઓએ રાજીનામા આપી દિધા હતા ત્યારબાદ મંત્રી પરિષદમાં કોઇ ફેરબદલ કરવામાં આવ્યો ન હતો. દ્રમુકના સભ્ય નાણાં, વાણિજ્ય તથા ઉદ્યોગ, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ તથા સામાજિક ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. આ પાર્ટીમાંથી ફક્ત એક કેબિનેટ મંત્રી એમ કે અલાગિરિ હતા જેની પાસે રસાયણ અને ઉર્વરક મંત્રાલય હતું.
ટૂ જી સ્પેક્ટ્રમ ફાળવણી ગોટાળાના મુદ્દે દ્રમુકના બે કેબિનેટ મંત્રીઓ દયાનિધિ મારન અને એ રાજાએ રાજીનામા આપી દિધા હતા. દ્રમુકએ પોતાના કોટામાંથી આ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રતિનિધિઓના નામ આગળ ધર્યા હતા.
આ ઉપરાંત કેટલાક મંત્રીઓ પાસે એક કે તેથી વધુ મંત્રાલયની જવાબદારી છે. જેમાં વધારાના મંત્રાલયની જવાબદારી કોઇ અન્ય નેતાને સોંપવામાં આવી શકે છે. આ સાથે જ કેટલાક મંત્રીઓને મંત્રી પદ છોડવા અંગે કહેવામાં આવી શકે છે કારણ કે પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તેમને સંગઠનાત્મક કાર્યોથી જોડવા માંગે છે. કોંગ્રેસના સંગઠનમાં પણ આ સાથે કે ત્યાર બાદ ફેરબદલ કરવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
