મણિપુરમાં રમખાણો ભડકાવવા માટે વિદ્રોહી કરી રહ્યા છે સ્ટારલિંક ઈન્ટરનેટનો ઉપયોગ? મસ્કે આપ્યો જવાબ
શું સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંકનો ઉપયોગ મણિપુરમાં રમખાણો ભડકાવવા માટે થઈ રહ્યો છે? સ્ટારલિંકના અબજોપતિ બિઝનેસ માલિક એલોન મસ્કે પહેલીવાર આ અંગે નિવેદન આપ્યું છે.
સ્પેસએક્સના અબજોપતિ સ્થાપક એલોન મસ્કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બળવાખોરો દ્વારા તેમની સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ સ્ટારલિંકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓને ફગાવી દીધા છે. દાવાઓ ત્યારે શરૂ થયા જ્યારે ભારતીય સુરક્ષા દળોના એક યુનિટ દ્વારા શેર કરાયેલ ફોટામાં દર્શાવવામાં આવ્યું કે તેઓએ સ્ટારલિંક લોગો ધરાવતું ઉપકરણ જપ્ત કર્યું છે.
અત્રે એ જાણવું અગત્યનું છે કે ભારતમાં સ્ટારલિંકની સેવાઓને હજુ સુધી પરમિશન મળી નથી અને કંપની તેના પ્લેટફોર્મ દ્વારા દેશમાં કાયદેસર રીતે ઈન્ટરનેટ એક્સેસની મંજૂરી આપી શકતી નથી. એલોન મસ્કએ કહ્યું છે કે 'સ્ટારલિંક સેટેલાઇટ બીમ હાલમાં ભારત માટે બંધ છે.'
સ્ટારલિંક પર વિવાદ કેવી રીતે શરૂ થયો?
વાસ્તવમાં, 16 ડિસેમ્બરે, ભારતીય સેનાના સ્પિયર કોર્પ્સે કહ્યું હતું કે તેણે ચુરાચંદપુર, ચંદેલ, ઇમ્ફાલ પૂર્વ અને કાગપોકપી જિલ્લામાં પહાડી અને ખીણ વિસ્તારોમાં રાજ્ય પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન, "સ્નાઈપર્સ, સ્વચાલિત હથિયારો, રાઈફલ્સ, પિસ્તોલ, દેશ બનાવટના મોર્ટાર, સિંગલ બેરલ રાઈફલ્સ, ગ્રેનેડ, દારૂગોળો અને યુદ્ધ લડવાના સાધનો સહિત 29 હથિયારો" મળી આવ્યા હતા.યુનિટે રીકવર કરાયેલી વસ્તુઓ અને હથિયારોમાં સ્ટારલિંક લેબલવાળા સફેદ ઉપકરણનો ફોટો પણ શેર કર્યો હતો.

શું ભારતમાં સ્ટારલિંક સેવા કાયદેસર છે?
ભારતમાં સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે ભારતે હજુ સુધી સ્ટારલિંકની અરજીને મંજૂરી આપી નથી. એવું માનવામાં આવે છે કે તેની અરજી ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા મંજૂરી માટે પેન્ડિંગ છે.ગયા મહિને, ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકના પ્રક્ષેપણ અંગેનો કોઈપણ નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ની ભલામણો પર આધારિત છે, જે હાલમાં પરામર્શ પ્રક્રિયામાં છે. તેથી, કંપની અત્યારે ભારતમાં કાયદેસર રીતે તેની સેવાઓ પૂરી પાડી શકતી નથી.
પાડોશી દેશોમાં પણ સેવા પર પ્રતિબંધ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સ્ટારલિંકની વેબસાઇટ પરનો નકશો, જ્યાં સેવા ઉપલબ્ધ છે તે વિસ્તારો દર્શાવે છે, કહે છે કે ભારતમાં સ્ટારલિંકની "નિયમનકારી મંજૂરી બાકી છે". પાકિસ્તાનના નકશામાં પણ આવું જ કહેવામાં આવ્યું છે. તે જ સમયે, નકશામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સેવા બાંગ્લાદેશ અને ભૂટાનમાં "2025 માં શરૂ થઈ રહી છે". નેપાળ અને મ્યાનમારમાં સ્ટારલિંક હજી ઉપલબ્ધ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
