પીએમ મોદીની આયુષ્માન ભારત યોજનાને 5 મુખ્યમંત્રીઓએ કેમ ‘ના' કહી?
દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘આયુષ્માન ભારત'થી દેશના પાંચ રાજ્યોએ પોતાને અળગા રાખ્યા છે.
દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત' નો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચીથી કર્યો. પરંતુ આયુષ્માન ભારત યોજનાથી દેશના પાંચ રાજ્યોએ પોતાને અળગા રાખ્યા છે. આ પાંચ રાજ્યો તેલંગાના, ઉડીસા, દિલ્હી, કેરળ અને પંજાબ છે. આ રાજ્યોનું કહેવુ છે કે તે ત્યાં સુધી આ યોજનાનો હિસ્સો નહિ બને જ્યાં સુધી તેમને આનાથી સારી યોજના મળી ન જાય.

આયુષ્માન ભારત યોજનાથી 5 રાજ્યોએ અંતર જાળવ્યુ
આયુષ્માન ભારત યોજનામાં શામેલ ન થવાના નિર્ણય પર પીએમ મોદીએ ઓડિશાના સીએમ નવી પટનાયક પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દરેક જણ આ યોજનાનું મહત્વ સમજે છે પરંતુ સીએમ નવીન પટનાયક કદાચ નથી સમજતા. તેમણે કહ્યુ કે નવીન પટનાયક આ યોજનાને નજરઅંદાજ કરીને ઓડિશાના લોકોને આના લાભથી વંચિત કરી રહ્યા છે.

આયુષ્માન ભારત યોજના માટે જંગ
નવીન પટનાયકે કહ્યુ કે તેમના રાજ્યમાં બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના પહેલેથી જ ચાલી રહી છે જેમાં આયુષ્માન ભારતથી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે જ્યાં પહેલેથી જ સારી આરોગ્ય સેવાઓ ચાલી રહી છે તેવા ઓડિશા પર એવા આરોપ લગાવવાના બદલે પીએમ મોદીએ તેલના વધતા ભાવો પર ધ્યાન આપવુ જોઈએ. તેલંગાનાએ પણ કહ્યુ કે તેમના રાજ્યમાં ચાલતી આરોગ્યશ્રી યોજના રાજ્યની 70 વસ્તી સુધી પહોંચી ચૂકી છે જ્યારે આયુષ્માન ભારત માત્ર 80 લાખ લોકોને લાભ આપશે.

રાજ્યોનો દાવો, આનાથી સારી આરોગ્ય યોજનાઓ પહેલેથી ચાલી રહી છે
મોદી સરકારનો દાવો છે કે આ યોજનાનો લાભ લગભગ 50 કરોડ લોકોને મળશે. તેલંગાના, પંજાબ, દિલ્હી અને ઓડિશાએ આ યોજના સાથે જોડાવાનો ઈનકાર કરી દીધો છે. કેરળના એક મંત્રીએ પણ આ યોજના અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જ્યારે દિલ્હીમાં આ પ્રકારની મોટી યોજના નથી પરંતુ સરકારે કહ્યુ કે આ દિલ્હીની માત્ર 3 ટકા વસ્તીને જ કવર કરશે. પંજાબનું પણ આ યોજના અંગે આ જ કહેવુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પલટવાર કરતા કહ્યુ કે દિલ્હી સરકારનો નિર્ણય તેમની સંકુચિત માનસિકતા દર્શાવે છે.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
