Ratan Tata Death: ભારતના અનમોલ 'રતન' ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Ratan tata death news in gujarati: ટાટા ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ 86 વર્ષની ઉંમરે અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી રતન ટાટા બીમાર હતા અને મુંબઈની બ્રીજ કેંડી હોસ્પિટલમાં તેઓ ICUમાં દાખલ હતા. બુધવારે મોડી રાતે 10 વાગ્યાની આસપાસ તેમના નિધનના સમાચાર મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે વધતી ઉંમરને કારણે રતન ટાટાને અનેક સમસ્યાઓ હતી. બુધવારની સાંજે રતન ટાટાની તબિયત લથડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેના થોડા ક્ષણ પછી જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. રતન ટાટાનું જવું દેશ માટે મોટું નુકસાન છે.
પદ્મ વિભૂષણથી સન્માનિત થયા હતા રતન ટાટા (Padma Vibhushan Ratan Tata)
રતન ટાટા ઈ.સ. 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહોતું. ભારતના સૌથી સમ્માનિત ઉદ્યોગપતિઓમાં રતન ટાટાનું નામ સામેલ છે. ટાટા ગ્રુપે તેમના નેતૃત્વમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી હતી. 2000માં તેમને પદ્મ ભૂષણ અને 2008માં તેમને ભારતના સૌથી મોટા નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજનેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક્સ પર લખ્યું કે રતન ટાટાના નિધનથી દુખી છું. તેઓ ભારતના દિગ્ગજ હતા, જેમને આપણી અર્થવ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે. તેમને આત્માને શાંતિ મળે.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ પણ એક્સ પર લખ્યું કે, રતન ટાટાની ગેરહાજરી હું સ્વીકારી નથી શકતો. ભારતની અર્થવ્યવસ્થા ઐતિહાસિક છલાંગ લગાવવાની તૈયારીમાં છે અને આપણે આ સ્થિતિમાં હોવા પાછળ રતન ટાટાના જીવન અને કાર્યનું મોટું યોગદાન છે. માટે આ સમયે તેમનું માર્ગદર્શન વધુ અમૂલ્ય હોત. તેમના ગયા પછી આપણે બસ એટલું કરી શકીએ કે તેમના ઉદાહરણને અુકરણ કરવા માટે પ્રતિબદ્ધ રહીએ.
કેમ કે તેઓ એક એવા ઉદ્યોગપતિ હતા જેમના માટે નાણાકીય સંપત્તિ અને સફળતા સૌથી ઉપયોગી ત્યારે હતી જ્યારે તેને વૈશ્વિક સમુદાયની સેવામાં લગાવવામાં આવતા હતા. અલવિદા અને ભગવાનની કૃપા થાય. તમે ભૂલાશો નહીં. ઓમ શાંતિ ઓમ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
