Ratan Tata Health : રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો શું છે સમસ્યા?
Ratan Tata Health Update News : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાને હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલ છે. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાની હાલત ગંભીર છે અને તેમને મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

7 ઓક્ટોબરે રતન ટાટાએ તેમનું રૂટિન મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન તેમની તબિયત ક્રિટીકલ હોવાના સમાચારો વહેતા થયા હતા.
આ સમાચારો બાદ રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, હું મારા સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવા પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હું માત્ર નિયમિત ચેકઅપ કરાવી રહ્યો છું.
જણાવી દઈએ કે, રતન ટાટા ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે ઘણી મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમને 2000માં પદ્મ ભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને 1991માં જેઆરડી ટાટાના અનુગામી ટાટા સન્સના ચેરમેન બન્યા હતા.
રતન ટાટા તેમના સરળ વ્યક્તિત્વ અને સાદા જીવન માટે જાણીતા છે. પુરૂ લાઈફ અપરિણિત રહેલા રતન ટાટાને થોડા જ નજીકના સંબંધીઓ છે. તેમના પિતા નવલ ટાટા અને માતા સુનુ ટાટાએ 10 વર્ષના હતા ત્યારે જ છૂટાછેડા લીધા હતા.
તેમની સાવકી માતા સિમોન ટાટા છે, જેમણે ટાટા ગ્રુપ સાથે સક્રિય રીતે કામ કર્યું છે. તેમના સાવકા ભાઈ નોએલ ટાટા પણ પરિવારના નજીકના સભ્ય છે અને તેમણે ટાટા જૂથમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
