'પીડીતાને સિંગાપુર મોકલી, આરોપીઓને સાઉદી મોકલો'
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: દિલ્હીમાં 19 ડિસેમ્બરે ચાલુ બસે જે છોકરી સાથે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો તેનું આજે સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. પીડિતાના મોત બાદ દેશવાસીનો આક્રોશ વધી ગયો છે. ભલે લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા નથી. પરંતુ ટ્વિટર-ફેસબુક સહિત તમામ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર ગુસ્સો યથાવત છે. ટ્વિટર પર સવારે એક ટ્વિટ આવી હતી જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે. આ ટ્વિટ હતી ''વધુ સારવાર માટે ભારત સરકારે રેપ પીડિતાને સિંગાપુર મોકલી, હવે આ આરોપીઓને સાઉદી મોકલવામાં યોગ્ય ન્યાય માટે.''
આ ટ્વિટ સ્પષ્ટપણે કહી રહી છે કે ભારતની ન્યાય વ્યવસ્થા આવા અપરાધો માટે નબળી છે. આરોપી સરળતાથી છટકી જાય છે. લાંબાગાળા સુધી કેસ ચાલતો રહે છે અને આખો મામલો ઠંડો પડી જાય છે. આ દરમિયાન લોકોની અંદર જે ભરી રહી જાય છે તે માત્ર ગુસ્સો જ છે. શનિવારે જ્યારે દિલ્હી ગેંગરેપ પીડિતાનું મોત નિપજ્યું તો લોકોનો ગુસ્સો ટ્વિટર પર ફાટી નિકળ્યો.

ટ્વિટર પર અનુપમ ખેરે (@AnupamPkher) લખ્યું હતું કે ''આ માણસની પ્રતિષ્ઠાનું મોત હતું. મોત થયું છે માસૂમિયત અને મોત થયું છે સિસ્ટમનું. ભારતે દિલ તોડી દિધું.''
જાણીતા પત્રકાર અને લેખક પ્રિટિશ નંદી (@PritishNandy) એ કહ્યું હતું કે ''હું મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને બધા સાંસદોને અપીલ કરું છું કે તેઓ આજે એક અઠવાડિયા માટે અડધી કાંઠીએ ફરકાવાનો આદેશ જાહેર કરે. આ ભારતની પ્રતિષ્ઠાનો સવાલ છે.
કિરણ બેદી ( @thekiranbedi)એ ટ્વિટર પર લખ્યું છે કે ''બધા જ પોલીસવાળા આજે પીડીતાની આત્મા માટે શાંતિ માટે પ્રાર્થના કરે અને જનતાની માફી માંગે, કારણ કે આ તેમની સામૂહિક લાપરવાહી હતી.''
અરવિંદ કેજરીવાલના સહયોગી અને કવિ ડૉ. કુમાર વિશ્વાસે (@Kumarvishwas) કહ્યું હતું કે ''મોતના બદલામાં મોત જોઇએ. યૂપીએ સરકાર અંગ્રેજી હૂકૂમતનું વલણ અપનાવી રહી છે, જનતા લાચાર છે, હવે બદલવાનો સમય આવી ગયો છે. જે ઘટના ઘટી છે. તેના માટે આપણે જવાબદાર છીએ. આપણે કદી પોતાને માફ કરી શકીશું નહી. સાચું કહીએ તો તે છોકરીને જિંદગીભર ઉંઘ ન આવી, આજે તે સુઇ ગઇ છે, પરંતુ હવે આપણે જાગવું જોઇએ.
કુલદિપ શર્મા @KuldeepSharrma) લખે છે કે ''સંસદ અને વિધાનસભાઓમાં બેઠેલા બળાત્કારના આરોપી સાંસદોને તાત્કાલીક હટાવવામાં આવે, નહીંતર આપણે ન્યાય કરી શકીશું નહી.
અભિનેત્રી મંદિરા (@mandybedi) એ ટ્વિટ કર્યું હતું કે ''માનવરૂપી જાનવરો અમને ખીઝાવે છે. તેઓ કહી રહ્યાં છે કે જેટલું પ્રદર્શન કરવું હોય એટલું કરી લો અમને કશું થવાનું નથી. સાચું કહીએ તો તેમને કોઇ ડર નથી.'' આ ઉપરાંત રિતેશ દેશમુખ, અર્જુન રામપાલ, સોનમ કપૂર સહિત કેટલાક બોલિવુડ સેલિબ્રિટીજે ઘોર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત દેશ-દુનિયામાંથી હજારો ટ્વિટ શ્રદ્ધાંજલિ માટે આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
