રેપકાંડમાં ફસાયેલા રાજસ્થાનના મંત્રી બાબુલાલ નાગરે આપ્યું રાજીનામું
જયપુર, 19 સપ્ટેમ્બર: એક મહિલા સાથે બળાત્કારના આરોપી રાજસ્થાનના રાજ્ય મંત્રી બાબુલાલ નાગરે રાજીનામું આપી દિધું છે. તેમને પોતાનું રાજીનામું અશોક ગેહલોતને મોકલી દિધું છે. તેમને રાજીનામા બાદ કહ્યું હતું કે હું નૈતિકતાના ધોરણે રાજીનામું આપું છું, જેથી નિષ્પક્ષ તપાસ થઇ શકે. બાબુલાલ નાગરે કહ્યું હતું કે કેટલાક લોકો તેમને અને પાર્ટીને બદનામ કરવા માટે કાવતરું ઘડ્યું છે, તેમને નિષ્પક્ષ તપાસ અને પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે.
જયપુરની એક મહિલાએ બાબુલાલ નાગર પર આરોપ લગાવ્યો છે કે ગત 11 સપ્ટેમ્બરના રોજ પોતાના સરકારી આવાસ પર તેમને તેની સાથે છેડતી, મારપીટ અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિયાનો દાવો છે કે 11 સપ્ટેમ્બરના રોજ જ્યારે રાજ્યમંત્રી બાબુલાલ નાગરે પોતાના સરકારી આવાસ પર દુષ્કર્મ આચર્યું ત્યારે આ કપડાં પહેર્યા હતા.

પીડિતાએ કોર્ટમાં કેફિયત રજૂ કરી રાજ્યમંત્રી બાબુલાલ નાગર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે કેફિયત પર સુનાવણી કરી સોડાલા પોલીસ મથકને બાબુલાલ નાગર વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ પર સોડાલા પોલીસ મથકે ગઇકાલે બાબુલાલ નાગર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સોડાલા પોલીસે આ કેસ સીઆઇડી સીબીને તપાસ માટે મોકલી દિધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
