ત્રણ દાયકાથી કોઇને કોઇ સરકારમાં મંત્રી રહ્યા છે રામવિલાસ પાસવાન
નવી દિલ્હી, 27 મે: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રીના રૂપમાં 26મીએ શપથ લેનારા રામ વિલાસ પાસવાન છેલ્લા ત્રણ દાયકાથી દરેક પ્રકારની સરકારમાં કેન્દ્રીય મંત્રિમંડળમાં કામ કરી ચૂક્યા છે. આ દલિત નેતાએ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે અને 1969માં બિહાર વિધાનસભા માટે પસંદગી પામ્યા. ત્યારબાદ તેઓ ઝડપથી સીઢીઓ ચડતા ગયા અને ક્યારેય પણ કોઇ રાજનૈતિક વિચારધારાને પોતાના માર્ગમાં આડે આવવા દીધી નહીં.
માત્ર 2009થી 2014ની વચ્ચેનો સમય પાસવાન માટે વધારે સારો ના રહ્યો. તેઓ લાલુ પ્રસાદ યાદવની રાજદની સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડ્યા પરંતુ તેમની પાર્ટી લોજપા એક બેઠક પણ જીતી શકી નહીં અને તેઓ પોતે પણ હાજીપુરથી હારી ગયા.
તેને બાદ કરીએ તો બિહારના આ નેતા હંમેશા દેશની રાજનૈતિક પરિસ્થિતિ અને નસને સમજી છે અને તેમનું રાજનૈતિક કરિયર હવે 45 વર્ષનું છે. ફેબ્રુઆરી 2014માં પાસવાને એનડીએ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને નરેન્દ્ર મોદીને લઇને તેમના મનમાં જે પણ વિરોધ હતો, તેને બાજુ પર રાખીને તેમણે દેશના લોકોનો પ્રવાહ સમજ્યો અને એનડીએમાં સામેલ થઇ ગયા. એ સ્પષ્ટ સંકેત હતો કે ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન સરકારમાં આવવાનું છે.
પાસવાન સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી, લોકદળ, જનતા પાર્ટી, જનતા દળ, જેડીયૂમાં રહ્યા અને પછી 2000માં પોતાની પાર્ટી એલજેપીનું ગઠન કર્યું.
આજે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લેનારા પાસવાન લગભગ એકલા એવા નેતા છે, જેમણે છ અલગ-અલગ વડાપ્રધાન, વિશ્વનાથ પ્રતાપ સિંહ, એચડી દેવગૌડા, આઇ કે ગુજરાલ, અટલ બિહારી વાજપેઇ, મનમોહન સિંહ અને મોદીની કેબિનેટમાં કામ કર્યું છે.
પાસવાનના રાજકીય અનુભવ પર એક નજર...

તેઓ આઠ વાર લોકસભા સાંસદ રહ્યા છે
પાસવાનની પાસે એલએલબી અને એસએની ડિગ્રિયો છે. તેઓ આઠ વાર લોકસભા સાંસદ રહ્યા છે. હાજીપુર બેઠક 5 લાખથી વધારે મતોથી જીતીને તેમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું. ઇમરજન્સી સમયે તેઓ જેલ પણ ગયા હતા.

રાજ્યસભાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો
સંસદમાં પ્રવેશ માટે માત્ર એક વાર તેમને રાજ્યસભાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો. 2009ની ચૂંટણી હાર્યા અને તેમની પાર્ટીનું ખાતુ પણ ના ખુલ્યું પાસવાનને જેડીયૂના રામસુંદર દાસે હરાવ્યા હતા. રાજદના સમર્થનથી તેઓ રાજ્યસભા ચૂંટણી જીત્યા.

પાસવાને મોદીનો વિરોધ કરી રાજ્યસભામાં આવ્યા હતા
પાસવાને ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોને લઇને મોદીનો વિરોધ કરતા રાજ્યસભા ચૂંટણી જીત્યા હતા.

રામ વિલાસ પાસવાન- 1989
પાસવાન વિશ્વનાથ પ્રતાપ સિંહના સમયમાં રેલ મંત્રી બન્યા હતા. કેન્દ્રમાં ભલે યૂનાઇટેડ ફ્રંટ હોય, એનડીએ હોય કે યુપીએ, પાસવાનને મોટાભાગે તમામ ગઠબંધનનો ભાગ બનવાની તક મળી છે. યુપીએ-2 સરકારમાં તેઓ મંત્રિમંડળમાં સામેલ ન્હોતા રહ્યા. તેઓ વિશ્વનાથ પ્રતાપ સિંહના સમય 1989માં કેન્દ્રીય શ્રમ મંત્રી બન્યા.

જૂન 1996થી માર્ચ 1998 સુધી
એચડી દેવગૌડા અને ગુજરાલ સરકારના સમયે તેઓ જૂન 1996થી માર્ચ 1998 સુધી રેલ મંત્રી રહ્યા.

1999થી સપ્ટેમ્બર 2001ની વચ્ચે
પાસવાન ઓક્ટોબર 1999થી સપ્ટેમ્બર 2001ની વચ્ચે સંચાર અને આઇટી મંત્રી રહ્યા.

2001થી 2009ની વચ્ચે
સપ્ટેમ્બર 2001થી એપ્રિલ 2002ની વચ્ચે તેઓ ખાણ મંત્રી રહ્યા. 2004થી 2009ની વચ્ચે તેઓ રસાયણ અને ખાતર તથા પોલાદ મંત્રી રહ્યા.

2009થી 2014
માત્ર 2009થી 2014ની વચ્ચેનો સમય પાસવાન માટે વધારે સારો ના રહ્યો. તેઓ લાલુ પ્રસાદ યાદવની રાજદની સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડ્યા પરંતુ તેમની પાર્ટી લોજપા એક બેઠક પણ જીતી શકી નહીં અને તેઓ પોતે પણ હાજીપુરથી હારી ગયા.

એનડીએ સાથે જોડાવાનો નિર્ણય
ફેબ્રુઆરી 2014માં પાસવાને એનડીએ સાથે જોડાવાનો નિર્ણય કર્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
