Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, ગર્ભ ગૃહમાં બિરાજમાન થયા રામ લલ્લા, જુઓ Video
Ram Mandir Pran Pratishtha: અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું છે. રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા પૂર્ણ કરી હતી.
500 વર્ષની રાહ જોયા બાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરનું નિર્માણ થયું. આજે ભગવાન શ્રી રામ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે.

રામ લલ્લાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંત સમાજ અને ખૂબ જ પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં પૂર્ણ થઈ હતી.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો લાઇવ વીડિયો અહીં જુઓ












Click it and Unblock the Notifications
