Ram mandir Inauguration: રામ મંદિર ઉદ્ઘાટન પહેલા અયોધ્યા એરપોર્ટની સુરક્ષા સઘન, CISFના 250 જવાન થશે તૈનાત
Ram mandir Inauguration: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા અયોધ્યા એરપોર્ટની સુરક્ષાની જવાબદારી CISF એઔપચારિક રીતે સંભાળી લીધી છે. એક નિવેદનમાં, CISFએ કહ્યું કે આગામી પગલા તરીકે, ટૂંક સમયમાં એરપોર્ટ પર સુરક્ષા એકમ તૈનાત કરવામાં આવશે.
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા એરપોર્ટ પર ઘણું દબાણ છે. આવી સ્થિતિમાં સીઆઈએસએફ સુરક્ષાના તમામ માપદંડોને પૂર્ણ કરીને અહીં ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઝડપથી પૂર્ણ કરવા જઈ રહી છે.

શ્રી રામ જન્મભૂમિ ખાતે 22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવશે. આ માટે સીઆઈએસએફને જવાબાદારી સોંપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે 250 સીઆઈએસએફ જવાનો અને અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપી છે. અગાઉ એરપોર્ટની સુરક્ષા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (UPSSF)ની જવાબદારી હતી.
સીઆઈએસએફએ મંગળવારે (09 જાન્યુઆરી) ઔપચારિક રીતે અયોધ્યા એરપોર્ટની સુરક્ષા સંભાળી લીધી. આ વાતની પુષ્ટિ કરતા સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં જરૂરિયાત મુજબ એક સમર્પિત (સીઆઈએસએફ) યુનિટ તૈનાત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે જ દિવસે તેમણે અયોધ્યા ધામ રેલ્વે જંકશનથી ભારતની 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદી આ મહિનાની 22 તારીખે ફરી અયોધ્યા પહોંચશે. જ્યાં તેઓ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેશે.
શ્રી રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ માટે વૈદિક અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી જ શરૂ થશે. વારાણસીના પૂજારી લક્ષ્મીકાન્ત દીક્ષિત મુખ્ય વિધિ કરશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 22 જાન્યુઆરીએ થશે, અયોધ્યામાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. વિહિપે અયોધ્યા સહિત સમગ્ર ભારતમાં આને તહેવાર તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
